GSTV
Home » News » Gioneeએ ભારતમાં લૉન્ચ કર્યા ત્રણ નવા બજેટ સ્માર્ટફોન, જાણો આવા છે ફીચર્સ

Gioneeએ ભારતમાં લૉન્ચ કર્યા ત્રણ નવા બજેટ સ્માર્ટફોન, જાણો આવા છે ફીચર્સ

ચીનની સ્માર્ટફોન કંપની Gioneeએ લાંબા સમય બાદ ભારતીય માર્કેટમાં ફરીથી પ્રવેશ કર્યો છે. કંપનીએ 1 વર્ષથી વધારેના સમયથી ભારતમાં કોઈ સ્માર્ટફોન લૉન્ચ કર્યો નથી. પરંતુ કંપની હવે ત્રણ નવા બજેટ સ્માર્ટફોનની સાથે ભારતીય માર્કેટમાં ઉતરી છે. કંપનીએ મંગળવારે ત્રણ નવા બજેટ સ્માર્ટફોન Gionee S11 Lite, Gionee F205 અને Gionee A1 Lite લૉન્ચ કર્યો. કંપની આ સ્માર્ટફોનની તાકાત પર ફરી એક વખત ભારતીય મોબાઇલ માર્કેટમાં વાપસી કરવા ઇચ્છે છે.

સુવિધાઓ અને વિશેષતાઓ

જો જિયોની એસ 11 લાઇટની વિશેષતાઓની વાત કરીએ તો તેમાં 4જીબી રેમ, 32 જીબીના ઈન્ટરનલ સ્ટોરેજની સાથે ઑક્ટા-કોર ક્વાકૉમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રૉઇડ 7.1 નૂગા ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. 5.7 ઈંચની ફૂલ એચડી+ ડિસ્પ્લેવાળા આ ફોનમાં ફોટોગ્રાફી માટે 13 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલને ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ હાજર છે. સેલ્ફી માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

તો જિયોની એ1 લાઇટમાં 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની સાથે મીડિયાટેક એમટી6753વી પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે જ ફોનમાં 5.3 ઈંચની એચડી સ્ક્રીન છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનના સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 7.0 નૂગા પર ચાલે છે.

જો જિયોની એફ 205ની વાત કરીએ તો તેમાં 5.45 ઈંચની એચડી + ડિસ્પ્લે અપાઇ રહી છે. ફોનમાં 2 જીબી રેમ + 16 જીબીની ઈન્ટરનલ સ્ટોરેજની સાથે મીડિયાટેક એમટી6739 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં એલઈડી ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો કેમેરો અને સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

જિયોનીના આ ત્રણ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. જો કિંમતની વાત કરીએ તો જિયોની એસ 11 લાઇટ 10,999 રૂપિયા, જિયોની એ1 7490 રૂપિયા અને જિયોની એફ 205ને 5999 રૂપિયામાં ખરીદી શકાય છે.

READ ALSO

Related posts

વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

Nilesh Jethva

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!