GSTV
Home » News » સ્માર્ટફોન કંપની જિયોનીનું ભારતમાં થયું પુનરાગમન, લોન્ચ કર્યો Gionee F9 Plus

સ્માર્ટફોન કંપની જિયોનીનું ભારતમાં થયું પુનરાગમન, લોન્ચ કર્યો Gionee F9 Plus

સ્માર્ટફોન કંપની Gioneeએ લાંબા સમયગાળા પછી તેના નવા સ્માર્ટફોન Gionee F9 Plusસ સાથે ભારતમાં પુનરાગમન કર્યું છે. લગભગ 7 મહિના પછી જિયોનીએ ભારતમાં પોતાનો સ્માર્ટફોન રજૂ કર્યો છે. જિયોની એફ 9 પ્લસ ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોર્સમાં વેચવામાં આવશે. જીયોની એફ 9 પ્લસ બે કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે.

આ ફોનમાં 6.26 ઇંચની HD+ ડિસ્પ્લે વોટરડ્રોપ નોચ સાથે મળશે. આ સિવાય આ ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર છે પરંતુ કંપનીએ પ્રોસેસરના નામ વિશે માહિતી આપી નથી. આ ફોનમાં 3 જીબી રેમ મળશે. સ્ટોરેજ વિશે કંપનીએ માહિતી આપી નથી.

કેમેરાની વાત કરીએ તો, તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં એક કેમેરો 13 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે. ફ્રન્ટ કેમેરો 13 મેગાપિક્સલનો છે. ફોનમાં 4050mAh ની બેટરી મળશે. કનેક્ટિવિટી માટે, તેમાં 4 જીવીઓએલટીઈ, 3.5 એમએમ હેડફોન જેક, Wi-Fi અને બ્લૂટૂથ મળશે. આ ફોનની કિંમત 7,999 રૂપિયા છે.

READ ALSO

Related posts

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

મહિસાગરમાં ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષો થયા ધરાશાયી, ત્રણ મુખ્ય માર્ગો બંઘ

Kaushik Bavishi

સ્ટેચ્યુ ઑફ યુનિટી જોઇને અભિભૂત થયા વિદેશ પ્રધાન એસ.જયશંકર,કહ્યું-આ છે ન્યૂ ઇન્ડિયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!