GSTV

આદુના છે અનેક રામબાણ ઈલાજ, ચહેરાને ચમકાવામાં થાય છે ખાસ ઉપયોગ

ભારતીય ઘરોમાં આદુનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. ચા, શાક અહીં સુધી કે ચટણીમાં પણ તેનો ઉપયોગ થાય છે. આદુમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે, જે શરીર માટે ઘણા જ ફાયદાકારક હોય છે. પણ શું તમે જાણો છો કે, આદુ શરીરની સાથે સાથે સ્કિન પ્રોબ્લમ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે.

આદુનો રસ ડાઘ, ધબ્બા અને કરચલીઓને દૂર કરે છે. એટલું જ નહીં આદુનો રસ ચહેરા પરના ગ્લોનો પાછો લાવે છે. ત્યારે આવો આજે અમે આપને આદુના રસનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે કે, જેનાથી તમારી સ્કિન ચમકી ઉઠે.

ખીલ અને ફોડલીઓ ખતમ થશે

જે લોકોના ચહેરા પર ખીલ અને ફોડલીઓની સમસ્યા થાય છે, તેમણે આદુની સાથે મધનો ઉપયોગ કરી શકે છે. બે ચમચી આદુના રસમાં અડધી ચમચી મધ ભેળવી તેનું મિશ્રણ કરી ચહેરા પર 15 મિનીટ સુધી લગાવી રાખવું. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે મધ્યમ તાપના ગરમ પાણીથી ચહેરાને ધોઈ નાખો. અઠવાડીયામાં બે વખત આ પેસ્ટનો ઉપયોગ કરો, ચહેરા પરથી ખીલ અને ફોડલીઓ સાફ થઈ જશે.

ચહેરા પરના ડાધા દૂર થશે

સ્ટ્રેસફૂલ લાઈફ, પોલ્યુશન, તડકો અને ધૂળના કારણે મોટા ભાગે મહિલા અને છોકરીઓને પિગમેંટેશન, ડાધ થતાં હોય છે. જેનાથી છૂટકારો મેળવવા માટે બે ચમચી આદુનો રસ, 1 ચમચી ગુલાબ જળ, અડધી ચમચી મધ અને ગ્લિસરીનની સારી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર 20-25 મીનિટ સુધી લગાવી રાખવી.પેસ્ટ સુકાઈ ગયા બાદ નોર્મલ પાણીથી ચહેરો ધોઈ નાખો.અઠવાડીયામાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરવો, ડાધાથી છૂટકારો મળી જશે.

વાળને પણ થશે ફાયદો


આદુનો પાઉડર અથવા તો આદુના રસમાં એક ચમચી નારિયેળનું તેલ સાથે મસાજ કરો.આવુ કરવાથી વાળનો ગ્રોથ સારો એવો જળવાઈ રહેશે. સાથે જ વાળની તૂટવાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે. તમે ઈચ્છો છો કે, આદુ અને નારિયેળના તેલથી તમારા વાળાને પુરતા પ્રમાણમાં પોષણ મળે તો આ મિશ્રણને આખી રાત વાળમાં રાખો.

દહી અને આદુ


જો તમે વાળ ખરવાની, ટાલનો શિકાર બન્યા છો, તો આદુની સાથે દહીનો ઉપયોગ કરી શકો છે. 50 ગ્રામ આદુના પેસ્ટ સાથે 2 મચમી દહી મિલાવી પેસ્ટ બનાવી અને વાળમાં લગાવો. 30 મીનિટ સુધી દહી અને આદુના પેસ્ટને વાળ પર લગાવ્યા બાદ ધોઈ નાખો. અઠવાડીયામાં 3 વાર તેનો ઉપયોગ કરો, ટાલની સમસ્યામાંથી છૂટકારો મળશે.

READ ALSO

Related posts

ધ્યાન રાખજો! હેલ્થ ઈંશ્યોરેંસ બાદ પણ આ કારણે ચૂકવવો પડી શકે છે સારવારનો ખર્ચ

Ankita Trada

Karwachauth 2020: મહિલાઓનો પ્રિય તહેવાર કરવા ચોથના વ્રતની પૂજા અને કથા વાંચવાનું આ છ શુભ મુહૂર્ત

Ankita Trada

Sarkari Naukri: નીતિ આયોગમાં નોકરીનો મોકો, અનેક પદો પર થઇ રહી છે ભરતી, લાખોમાં મળશે સેલરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!