GSTV

સેનાને મળવા તમારા જેવા નેતા જ આવે છે, અમે તમારી પાસે નથી આવતા

Last Updated on September 22, 2020 by

પીઓકેને લઈને પાકિસ્તાનની આ ષડયંત્રને લઈને મોટો ખુલાસો થયો છે. જણાવાઈ રહ્યું છે કે, પાકિસ્તાનના ગિલગિટ પ્લાનની પાછળ પાકિસ્તાનની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાનો હાથ છે. પાકિસ્તાનના ચર્ચિત પત્રકાર રઉફા ક્લાસરા મુજબ પાકિસ્તાનના સેના પ્રમુખે ગિલગિટને લઈને ગત દિવસોમાં દેશની બધી મોટી પાર્ટીઓના નેતાઓને આર્મી હેડક્વાર્ટર રાવલપિંડીમાં આયોજિત ભોજન સમારંભમાં બોલાવ્યા હતા. લોકશાહીનો દાવો કરનારા પાકિસ્તાનના નેતાઓને આર્મી ચીફે બોલાવ્યા અને તેમાં સામેલ થનારા બધા નેતાએ આ બેઠક અંગે જાહેરમાં મૌન ધારણ કરી લીધું. આ દરમિયાન બાજવાએ ગિલગિટને પ્રાંત બનાવવાના મુદ્દા પર ચર્ચા કરી, પરંતુ એ દરમિયાન તેમની બિલાવલ અને શાબાઝ શરીફ સાથે બોલાચાલી થઈ.

બાજવાએ કહ્યું કે, પીઓકે પર ભારતની કાર્યવાહીનો ડર છે અને ચીન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે. એવામાં આપણે ગિલગિટને એક નવો પ્રાંત બનાવવો જોઈએ. પાકિસ્તાનના સેના પ્રમુખ ઈચ્છતા હતા કે, ગિલગિટને પ્રાંત બનાવવા માટે રાજકીય પક્ષો સમર્થન કરે. આ દરમિયાન બિલાવલે રાજકીય મામલામાં સેનાના હસ્તક્ષેપનો મામલો ઉઠાવી દીધો. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ વર્ષ 1971માં હતી અને એ સમયે પણ સેના રાજકીય મામલામાં હસ્તક્ષેપ કરી રહી હતી. બાંગ્લાદેશ યુદ્ધનો ઉલ્લેખ કરતા જ પાકિસ્તાનના આર્મી ચીફ ઉશ્કેરાઈ ગયા. બાજવાએ કહ્યું કે, સેનાને મળવા તમારા જેવા નેતા જ આવે છે. અમે તમારી પાસે નથી આવતા.

READ ALSO

Related posts

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!