GSTV
Gujarat Government Advertisement

PoKમાં મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે ભારત, આ રિપોર્ટના કારણે ફફડી ઉઠ્યાં ઇમરાન ખાન

બજેટ

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં સમજાવી દીધું છે કે ગિલગિત-બાલ્ટિસ્તાન તેનું અભિન્ન અંગ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જમ્મુ-કાશ્મીર સબ-ડિવિઝનને હવે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ, બંને પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે. મંગળવારે IMDએ નોર્થવેસ્ટ ઇન્ડિયા માટે જે અનુમાન જારી કર્યા, તેમાં ગિલગિત-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદને પણ સામેલ કરવામાં આવ્યાં છે.

શા માટે મહત્વનું છે IMDનું આ પગલું?

IMD તરફથી પોતાના બુલેટિનમાં ગિલગિત-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદને સ્થાન આપવુ મહત્વનુ છે. આ મહિનાની શરૂઆતમાં ભારતે સ્પષ્ટરીતે કહ્યું હતું કે પાકિસ્તાનના આ વિસ્તારો પર કોઇ હક નથી. હકીકતમાં ત્યાંની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાન સરકારે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવાના આદેશ આપ્યાં હતાં. ભારતે તેના પર સખત પ્રતિક્રિયા આપી અને કહ્યું કે પાકિસ્તાનને તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઇ હક નથી.

પાકિસ્તાનની અદાલત ન કરી શકે નિર્ણય: ભારત

વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના વરિષ્ઠ ડિપ્લોમેટને વાંધા પત્ર પણ જારી કર્યો હતો. નિવેદન અનુસાર, કથિતરૂપે ગિલગિત-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના આદેશ પર પાકિસ્તાન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, તે સ્પષ્ટરૂપે જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેમાં ગિલગિત-બાલ્ટિસ્તાન પણ સામેલ છે, તે સંપૂર્ણ રીતે કાનૂની અને અપરિવર્તનીય વિલય અંતર્ગત ભારતનું અભિન્ન અંગ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની સરકાર અથવા તેની ન્યાયપાલિકાને તે ક્ષેત્રો પર હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી જે તેણે ગેરકાયદેસર રીતે અને જબરદસ્તી કબજે કર્યો છે.

ભારતે આપ્યો કાયદાનો હવાલો

પાકિસ્તાનને ભારતે કહ્યું હતું કે સંસદથી 1994મા પાસ એક પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીર પર સ્થિતિ સ્પષ્ટ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનનું વર્તમાન પગલું કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાંક હિસ્સાઓ પર તેના ગેરકાયદેસર કબજાને છુપાવી નથી શકતું અને તેના પર પડદો પણ નથી પાડી શકતું કે ગત સાત દશકોથી આ ક્ષેત્રોમાં રહેતાં લોકોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. શોષણ કરવામાં આવ્યું અને તેમને સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવ્યાં.

ભારતના નવા મેપમાં છે PoK

જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ભારત સરકારે જે નવો મેપ બનાવ્યો છે તેમાં પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર (PoK)ના હિસ્સાને કાશ્મીર ક્ષેત્રમાં દર્શાવવામાં આવ્યો હતો, તેમાં પીઓકેના ત્રણ જિલ્લા મુઝફ્ફરાબાદ, પંચ અને મીરપુરને સામેલ કરવામાં આવ્યાં હતાં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!