GSTV

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

ભારતે પાકિસ્તાનના કબ્જાવાળા ગિલગિત-બાલ્ટિસ્તાનમાં થનારી ચૂંટણીનો વિરોધ કર્યો છે. ભારતનું કહેવું છે કે, ગિલગિત-બાલ્ટિસ્તાન ક્ષેત્ર ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો ભાગ છે. જેના ઉપર પાકિસ્તાન ગેરકાયદે કબ્જો જમાવ્યો છે.

ગિલગિત-બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ

વિદેશમંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 15 નવેમ્બરના રોજ થનારા ગિલગિત બાલ્ટિસ્તાન વિધાનસભાની ચૂંટણીની જાહેરાત વિશે રિપોર્ટ જોઈ છે. પાકિસ્તાનના આ પગલાનો અમે વિરોધ કરીએ છીએ. સાથે જ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સાથે સાથે ગિલગિત-બાલ્ટિસ્તાનનું ક્ષેત્ર 1947થી ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન સરકાર આ વિસ્તાર ઉપર કોઈ અધિકાર નથી. ગિલગિત-બાલ્ટિસ્તાનને લઈને ભારત અને પાકિસ્તાનમાં તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આદેશ ગિલગિત-બાલ્ટિસ્તાન સંશોધન આદેશ 2020ને સમગ્ર રીતે ફગાવી દેવામાં આવ્યો છે. ભારતે એક વખત ફરીથી પાકિસ્તાનને કહ્યું છે કે, ગેરકાયદે કબ્જો કરેલા ગિલગિત બાલ્ટિસ્તાન વિસ્તાર સહિત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતને પરત કરે.

શું કહ્યું પાક વિદેશ મંત્રાલયે

જણાવી દઈએ કે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડોક્ટર આરિફ અલ્વી દ્વારા પાછલા સપ્તાહે જાહેર કરવામાં આવેલા અધિકારીક અધિસૂચનામાં કહ્યું હતું કે, ગિલગિત-બાલ્ટિસ્તાનમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી છે. 15 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી થશે. તો પાક વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી પાકિસ્તાનનો આંતરિક મામલો છે. ભારતે પાકિસ્તાનના આંતરિક રાજનીતિક મામલામાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ.

Related posts

ફેસબુક કરી છે પોતાની પ્રાઈવસી પોલિસી પર કામ, પબ્લિક ગ્રુપમાં કર્યો આ બદલાવ

Dilip Patel

મહેબૂબા સાથે બેઠક બાદ ફારુક અબ્દુલ્લા બોલ્યા, અમે એન્ટી-બીજેપી છીએ, એન્ટી-નેશનલ નથી

Dilip Patel

દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ, “ફ્રી કોરોના રસી પર દરેક ભારતીયનો છે અધિકાર”

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!