રિલાયન્સની આ ધમાકેદાર સર્વિસમાં 3 મહિના મળશે બધુ મફત, જાણીને ખુશ થઈ જશો

દિવાળી સુધી રિલાયન્સ પોતાની ગીગાફાઈબર સેવાને શરૂ કરી શકે છે. કંપની તેના લોન્ચિંગ માટે તૈયારી શરૂ કરી દીધી છે. નિષ્ણાંતો મુજબ, રિલાયન્સ તેના માટે જીઓનું મૉડલ અપનાવી શકે છે. જે પ્રકારે જીઓને લોન્ચ કરતી વખતે પ્રારંભિક 6 મહિના સુધી મફત રાખવામાં આવ્યું હતું, આવું જ કઈક ગીગાફાઈબર માટે કંપની કરી શકે છે.

હેથવે, ડેનમાં ખરીદશે શેર

રિલાયન્સે દેશની બે સૌથી મોટી કેબલ ટીવી અને બ્રોડબેન્ડ કંપની હેથવે અને ડેનમાં 65 ટકાના શેર ખરીદી લીધા છે. હેથવે દેશની સૌથી મોટી મલ્ટી સિસ્ટમ ઑપરેટર (એમએસઓ) છે. એમએસઓ જ એક વિસ્તારમાં ફેલાયેલા લોકલ કેબલ ઑપરેટર (એલસીઓ) દ્વારા ઘર-ઘરમાં કેબલ ટીવી અને ઈન્ટરનેટની સુવિધા આપે છે. જિઓએ આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે, કારણકે તે પોતાના ગીગાફાઈબરને આખા દેશમાં તાત્કાલિક શરૂ કરી શકે.

એટલે માંગી રહી છે તમારી પાસેથી જાણકારી

રિલાયન્સ જિયો અત્યારે લોકો પાસેથી પોતાની અને તેમના મિત્રો અને સંબંધીઓ સિવાય સોસાયટી, આરડબ્લ્યુએ વગેરમાં પણ ક્નેક્શન લગાવવા માટે રજીસ્ટ્રેશન કરાવી રહી છે. તેનાથી એ જાણવા મળે છે કે કયા વિસ્તારમાં તેની નવી સેવાને લેવા માટે લોકોમાં કેટલી ઉત્સુકતા છે.

રજીસ્ટ્રેશન કરાવવાથી ગ્રાહક બની જવાશે

જો તમને લાગી રહ્યું છે કે રજીસ્ટ્રેશન કરાવવાથી તમે ફક્ત ગીગાફાઈબરના સંભવિત ગ્રાહક બની જશો તો આવુ નથી. એવુ પણ હોઈ શકે છે કે કંપની તમને કનેક્શન લગાવવા માટે પૂછ્યુ ના હોય. કારણકે કંપની આ રજિસ્ટ્રેશનને ફક્ત સર્વે માની રહી છે, જેનુ કનેક્શન લેવા માટે કોઈ લેવડ-દેવડ નથી.

મળશે 600 એચડી ચેનલ્સ

ફોનના તારથી જ લોકોને એચડી ક્વોલિટીમાં 600થી વધુ ચેનલ્સ જોવા મળશે. આ ચેનલ જોવા માટે તમારે રિલાયન્સ દ્વારા તૈયાર કરાયેલા સેટ ટૉપ બૉક્સને જોડીને તેનો લાભ ઉઠાવી શકશો.

500થી લઈને 1500 સુધીનો માસિક પ્લાન

કંપનીએ ગ્રાહકો માટે 5 પ્લાન લોન્ચ કર્યા છે. જેની પ્રારંભિક કિંમત 500 રૂપિયા અને મહત્તમ 1500 રૂપિયા હશે. બધા પ્લાનમાં ડીટીએચ કનેક્શન માટે કોઈ પણ પ્રકારના કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. જોકે, ચેનલની સંખ્યામાં ઘટાડો અથવા પછી વધારો થઈ શકે છે.

પ્લાન સમય ડાટા (જીબી) સ્પીડ (એમબીપીએસ)
500 30 દિવસ 300 50
750 30 દિવસ 450 50
999 30 દિવસ 600 100
1299 30 દિવસ 750 100
1500 30 દિવસ 900 150

ત્રણ મહિના માટે બધુ મફત

જોકે અત્યારે 90 દિવસો માટે 100 એમબીપીએસની સ્પીડ મળશે, જેમાં દર મહિને 100 જીબી સુધી ડેટા ખર્ચ કરી શકીશું. જેનો ઈન્સ્ટોલેશન ફ્રી છે, પરંતુ 4500 રૂપિયા સિક્યોરિટી મની આપવી પડશે, જે બાદમાં તમને રિફંડ મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter