દોસ્તી વગર જિંદગી ફિકી લાગવા લાગે છે. અને તેમાંથી પણ એક ખાસ દોસ્ત અને સાચો દોસ્ત એવો પણ હોય છે જે તમારા સુખ, દુખ અને એવું પણ કહી શકાય કે કોઈપણ પરિસ્થિતિમાં તમારી સાથે ઊભો રહે છે. તેવા દોસ્ત માટે આજના દિવસે તમે ગિફ્ટ આપો. શાઓમી મી બેન્ડ 3ની ભારતમાં કિંમત 1,999 રૂપિયા છે.

શાઓમી બ્રાન્ડની આ ફિટનેસ બેન્ડમાં મોટું 0.78 ઈંચનું કેપસિટિવ ઓલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં યુઝર ઈનકમિંગ કોલ અને ટેક્સ્ટ મેસેજ માટે એલર્ટતો જોઈ જ શકશો, સાથે હાજર સમય, સ્ટેપ્સની સંખ્યા અને હાર્ટ રેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મી બેન્ડ મોડલમાં હાર્ટ-રેટ સેન્સર છે. તેમાં સ્લીપ મોનીટર કરવાની સુવિધા પણ છે. એ ઉપરાંત બેટરી 110 એમએએચ છે. અહીં બ્લૂટૂથમાં 4.2બીએલઈ કનેક્ટિવિટી સાથે આવે છે. 50 મીટર સુધી વોટક રેસિસ્ટેટ છે. હોનર બેન્ડની કિંમત 2,599 રૂપિયા છે. હોનર બેન્ડ 4માં 0.95 ઈંચનો એમોલેડ ટચ સ્ક્રીન કલર ડિસ્પ્લે મળશે. તે 2.5 ડી કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શનની સાથે આવે છે. તેમાં ફ્રન્ટ પેનલ પર સર્કુલર હોમ બટન છે. તે હાર્ટ રેટ સેન્સર અને 50 મીટર સુધી વાટર રેસિસ્ટેન્સની સાથે આવે છે.

બેન્ડમાં જીવ રેડવા માટે 100એમએએચની બેટરી છે. તે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ઉપલબ્ધ છે. લીફ પોડ્સ ટ્રુલી વાયરલેસ ઈયરફોનની ડિઝાઈન અને સાઉન્ડ ક્વાલિટી સારી છે. તે ઈયરફોનની કિંમત 3,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઈયર ફોન ઘણા હલ્કા છે અને આ સરળતાથી ફિટ થઈ શકે છે. ઈયરબડ પર એક બટન અને ઈંડિકેટર લાઈટ પર આપવામાં આવી છે.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો