GSTV

રક્ષાબંધન પર બહેનોને આ 3 ભેટો આપવી ગણાય છે બહુજ શુભ,કોરોનાકાળમાં હોઈ શકે છે બેસ્ટ

Last Updated on August 3, 2020 by Karan

રક્ષાબંધનને તહેવાર એવાં સમયે આવ્યો છે, જ્યારે લોકો કોરાનાને કારણે ઘરમા જ રહેવા માટે મજબૂર થયા છે. રોગચાળાને કારણે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જઈ શકી નથી તો ભાઈઓ પણ બહેનો માટે સુંદર ભેટો લેવા જઈ શક્યા નથી.

મનુસ્મૃતિમાં રક્ષાબંધનનું વર્ણન

રક્ષાબંધનને લઈને મનુસ્મૃતિમાં અમુક ખાસ વાતો કહેવામાં આવી છે. તેમાં બહેનોને આપવામાં આવતી ભેટો વિશે કહેવામાં આવ્યુ છે. મનુસ્મૃતિમાં એવી 3 વસ્તુઓ વિશે કહેવામાં આવ્યુ છે જે રક્ષાબંધનના દિવસે બહેનોને આપવા પર પવિત્ર સંબંધને વધારે મજબૂત બનાવે છે. અને ભાઈ-બહેન બંનેનો ગ્રોથ થાય છે.

સુંદર કપડા

સુંદર-સુંદર કપડા મહિલાઓની પહેલી પસંદ હોય છે. અને રક્ષાબંધન પર જો તેમને ભેટમાં તેમની પસંદગીની વસ્તુ આપવામાં આવે તો સારું રહેશે. મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. અને ઘરની મહિલાઓનું હંમેશા આદર કરતાં તેમને સમય-સમય પર સારા વસ્ત્રો ઉપહારમાં આપવા સારી વાત છે. તેમાં મા લક્ષ્મી તમને બમણો ગ્રોથ આપે છે.

આભૂષણ

આજકાલ મહિલાઓ સુંદર કપડાની સાથે મેચિંગ જ્વેલરી પહેરવાનું વધારે પસંદ કરે છે. તમે રક્ષાબંધનનાં પર્વ પર તેમની પસંદગીની જ્વેલરી આપીને તેમને ખુશ કરી શકો છો. તમે ઈચ્છો તો જ્વેલરીની જગ્યાએ તમે તેમને સોના અને ચાંદીનાં સિક્કા પણ ભેટમાં આપી શકો છો.

મીઠા બોલ

મહિલાઓ માટે સૌથી પસંદગીની વસ્તુ હોય છે તેમનું માન-સન્માન અને સ્વાભિમાન. રક્ષાબંધનનાં અવસરે તેમને સન્માનની સાથે તેમના માટે મીઠા બોલ બોલવા પણ કોઈ બહુમૂલ્ય ઉપહારથી કમ નથી. આપણે ઘરની માતા, બહેન અને પત્નીનું અપમાન ક્યારેય કરવું જોઈએ નહી. મા લક્ષ્મી આવા લોકોને બિલકુલ પસંદ કરતાં નથી જે પોતાના ઘરની મહિલાઓ સાથે ઝઘડા કરતા હોય અને તેમનું સન્માન કરતાં ન હોય.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!