GSTV
Gujarat Government Advertisement

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Last Updated on April 17, 2021 by Dhruv Brahmbhatt

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે એવામાં કોરોના વોરિયર્સ જે રીતે કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યાં છે તેને ધ્યાને રાખી આજે રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ જે 13,000 કર્યું હતું તેમાં સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000ની ખાસ કૉવિડ સહાય આપવાનો પ્રોત્સાહક નિર્ણય લીધો છે.

corona warriors

જો કે, આ મામલે ગુજરાત ઇન્ટર્ન ડૉક્ટર્સ એસોસિએશને એક સ્પષ્ટતા કરી છે કે, ‘રાજ્ય સરકાર દ્વારા 5 હજારનું પ્રોત્સાહક ભથ્થું કે રાજ્યના ઇન્ટર્નને કોરોનાની કામગીરી માટે આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયને GIDA આવકારે છે અને સરકારનો આભાર પણ માને છે પરંતુ કોવિડ પ્રોત્સાહક ભથ્થું એપ્રિલ 2020થી આપવામાં આવે છે અને રાજ્યએ આ મુદ્દત જૂન 2021 સુધી વધારી છે.’

વધુમાં જણાવ્યું કે, ‘ઇન્ટર્ન ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ છેલ્લે 2018માં વધારવામાં આવ્યું હતું કે જે છેલ્લાં 3 વર્ષમાં મૂળ સ્ટાઇપેન્ડમાં કોઇ જ વધારો નથી કરવામાં આવ્યો. ગુજરાત સરકાર છેલ્લાં 10 વર્ષથી દર 3 વર્ષે મોંઘવારીને ધ્યાને લઇ ઇન્ટર્ન ડૉક્ટર્સના સ્ટાઇપેન્ડમાં વધારો કરે છે.’

વધુમાં જણાવ્યું કે, ‘છેલ્લે વધારો 2018માં થયેલો હોવાથી 3 વર્ષ બાદ એટલે કે 2021માં મોંઘવારીને ધ્યાને લઇને સ્ટાઇપેન્ડમાં વધારો કરવા માટે GIDA અને વિવિધ કોલેજના JDA દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇ જ જવાબ નથી મળ્યો. જેથી આ મામલે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી અમે આશા રાખીએ છીએ.’

આ સાથે વધુમાં એમ પણ જણાવ્યું કે, ‘જો ઇન્ટર્ન ડૉક્ટર્સનું મૂળ સ્ટાઇપેન્ડ (13 હજાર) 3 વર્ષ બાદ નિયમ મુજબ વધારવામાં આવતું હોય તો રાજ્ય સરકાર વહેલી તકે નિર્ણય લે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!