GSTV
Gujarat Government Advertisement

VIDEO: ઓ બાપ રે…મોલમાં ઘૂસી આવી વિશાળકાય ગરોળી, જોઈને લોકોના પરસેવા છૂટી ગયાં

Last Updated on April 8, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો થાઈલેન્ડના સ્ટોરનો છે. જેમાં એક વિશાળકાય ગરોળી ઘુસી ગઈ હતી. તેને જોઈને સ્ટોરમાં હાજર લોકો ગભરાઈ ગયા હતા. જો કે, ગરોળી લોકોથી દૂર હોવાનું જોઈ શકાય છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આ ગરોળી સામાન પરથી ઉપર ચડી રહી છે.

આ ચોંકાવનારો વીડિયો થાઈલેન્ડના 7 ઈલેવન આઉટલેટનો બતાવાય છે. જેને મંગળવારના રોજ ફેસબુક યુઝર્સ Jejene Narumpa શેર કર્યો હતો. આ પોસ્ટ લખાય છે ત્યાં સુધીમાં 4 હજારથી વધારે રિએક્શન અને 13 હજારથી વધારે શેર મળી ચુક્યા છે. તો વળી 3 હજારથી વધારે લોકોને પ્રતિક્રિયાઓ પણ આપી છે.

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે, એક વિશાળકાય ગરોળી સ્ટોરમાં રહેલા સામાન ભરેલા રેક પર ચડવાની કોશિશ કરી રહી છે. અંતમાં તે પોતાની કોશિશમાં સફળ થાય છે. તથા તે રેક પર ચડીને બેસી જાય છે. જો કે, તે ઉપર ચડતાં ત્યાં રાખેલો મોટા ભાગનો સામાન નીચે પડ્યો હતો. સ્ટોરમાં હાજર લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના સંક્રમણની ચેઇન તોડવા લીધેલાં પગલાં અપૂરતા, જાહેર હિત માટે કોઇ નિર્ણય લે સરકાર: હાઇકોર્ટનો નિર્દેશ

Bansari

રાહત / અમદાવાદમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો, નોંધાયા આટલા કેસ

Bansari

પાણીમાં કરજો વધાર: ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો, સામાન્ય જનતા માથે પડતા પર પાટુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!