GSTV
Home » News » ન્યુ ઈન્ડિયા તમારા સુઘી રાખો અમને જુનુ ભારત આપી દો, મોબ લિંચિંગ પર આઝાદે મોદીને ઘેર્યા

ન્યુ ઈન્ડિયા તમારા સુઘી રાખો અમને જુનુ ભારત આપી દો, મોબ લિંચિંગ પર આઝાદે મોદીને ઘેર્યા

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આજાદે આજે સદનમાં જણાવ્યુ હતુ કે ઝારખંડમાં મોબ લિંચિંગની બાબતોને ઉઠાવતા પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કરી હતી.

આઝાદે કહ્યું, “ઝારખંડ મોબ લિંચિંગ અને ઉત્પાતનું કારખાનુ બની ગયું છે, દર અઠવાડિયે ત્યાં દલિત અને મુસ્લિમ મરે છે. પ્રધાનમંત્રી જી ‘બધાનો સાથ બધાનો વિકાસ’ની લડાઈમાં અમે તમારી સાથે છીએ, પરંતુ તે લોકોને દેખાય તે આવશ્યક છે. આ અમને ક્યાંય દેખાતો નથી.”

નેતા પ્રતિપક્ષે જણાવ્યુ કે હું તમને વિનંતી કરું છું કે તમે નવા ભારતને તમારી પાસે રાખો અને અમને અમારૂ જૂનુ ભારત પાછુ આપો, જ્યાં પ્રેમ, સંસ્કૃતિ હતી. જ્યારે મુસ્લિમ અને દલિત હિંસા થાય ત્યારે હિંદુઓને પણ પીડા થતી હતી. જ્યારે કોઈ વસ્તુ હિન્દુઓને નુકશાન પહોંચાડે તો મુસ્લિમ અને દલિત તેમના માટે આંસુઓ વહેડાવતા હતા. “

આઝાદે કહ્યું હતું કે, “પ્રાચીન ભારતમાં નફરત, ગુસ્સો અથવા મૉબ લિંચિંગ ન હતુ. નવુ ભારત એવુ છે કે જ્યાં મનુષ્ય એકબીજાના દુશ્મનો છે. તમે જંગલમાં પ્રાણીઓથી નહિ ડરો, પણ તમે એક કોલોનીમાં રહેતા માણસોથી ડરો છો. અમને ભારત આપો જ્યાં હિન્દુ, મુસ્લિમ, શિખ અને ખ્રિસ્તીઓ એકબીજા માટે જીવતા હતા.”

READ ALSO

Related posts

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!