GSTV

કોંગ્રેસ માથે સંકટના વાદળો/ જમીની પકડ ગુમાવી રહી છે પાર્ટી, 5 સ્ટારમાં બેસીને ચૂંટણી જીતી શકાય નહીં

પહેલાથી જ આંતરિક વિખવાદો સામે લડી રહેલી કોંગ્રેસ પાર્ટીએ બિહાર ચૂંટણીમાં કરેલા ધબડકા બાદ હવે પાર્ટીની મુશ્કેલીઓ વધતી જાય છે. પાર્ટીમાં કેટલીય વરિષ્ઠ નેતાઓ હવે ખુલ્લીને સામે આવી રહ્યા છે, અને પાર્ટીના હાઈકમાન્ડ પર સવાલો કરી રહ્યા છે. હાલમાં જ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ પ્રતિક્રિયા આપી છે. તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે, બિહારમાં થયેલા તેમની પાર્ટીના પ્રદર્શન માટે નેતૃત્વને જવાબદાર નથી ગણતાં. આ ઉપરાંત તેમણે પાર્ટીના નેતાઓને વ્યવહાર પર પણ સવાલો ઉભા કર્યા છે.

આપણા લોકો જમીની સ્તર પર પક્કડ ગુમાવી રહ્યા છે

આઝાદે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, આપણા બધા હરાથી ચિંતિત છીએ. ખાસ કરીને બિહાર અને પેટાચૂંટણીના પરિણામોથી હતાશ છીએ. હાર માટે લીડરશીપને દોષ આપી શકાય નહીં. આપણા લોકો જમીની સ્તર પર પક્કડ ખોઈ રહ્યા છે. તમને પાર્ટી સાથે પ્રેમ હોવો જોઈએ.

એટલુ જ નહીં આઝાદે તો પાર્ટીના નેતાઓના વ્યવહાર પર પણ સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યુ હતું કે, આ ચૂંટણીઓ કંઈ 5 સ્ટાર હોટલમાં બેસીને જીતી શકાય નહીં. આજે નેતાઓ સાથે પરેશાની એ છે કે, જો તેમને ટિકિટ મળી જાય તો, તેઓ 5 સ્ટાર હોટલ બુક કરાવે છે. પણ જો ક્યાંક રોડ ખરાબ થયાં હોય તો ક્યાંય નહીં જાય. આઝાદે કહ્યુ છે કે, હવે 5 સ્ટાર કલ્ચર ખતમ કરવુ પડશે, નહીંતર એક પણ ચૂંટણી જીતી શકીશું નહીં.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે ફરીવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ હતુ કે, પાર્ટીમાં મહત્વના ફેરફાર કરવામાં નહી આવે તો પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. પાર્ટી અપોઈન્ટ નેતાથી ચાલી શકે નહી.પાર્ટીમાં કોઈને પણ ચૂંટીને પદાધિકારી બનાવવામાં આવ્યા નથી. પાર્ટીમાં અત્યારે જે કોઈપણ નેતા છે તેને અપોઈન્ટ કરવામાં આવ્યા છે. જેથી કોંગ્રેસમાં કેટલીક વ્યવસ્થાને બદલવાની જરૂર છે. જે અત્યારે પાર્ટીમાં કરવામાં આવી નથી.

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસ પાર્ટીને લઇ પ્રતિક્રિયા આપી હતી..કપિલ સિબ્બલે કહ્યું હતુ કે કોંગેસ હવે પ્રભાવિ વિપક્ષ રહ્યો નથી..એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યું આપતા કપિલ સિબ્બલે કહ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા દોઢ વર્ષથી નેતા વગર ચાલી રહી છે.કોંગ્રેસ પાર્ટીના નેતાઓને પણ ખબર નથી કે ભવિષ્યમાં શુ કરવાનું છે અને ક્યા જવાનું છે.

તો આ તરફ કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસ પાર્ટીને લઇ નિવેદન કર્યું હતુ…સલમના ખુર્શીદે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વને લઇને કોઇ સંકટ નથી..સોનિયા અને રાહુલ ગાંધીને સપોર્ટ મળી રહ્યો છે..બિહારમાં કોંગ્રેસેના ખરાબ પ્રદર્શનને લઇ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉભા થયા હતા.એક ખાનગી ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુંમાં ખુર્શીદે કહ્યું હતુ કે નેતૃત્વ મારી વાત સાંભળે છે.

READ ALSO

Related posts

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

સિંધુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવાની ઉચ્ચારી ચીમકી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1564 કેસ, 16 લોકોના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!