કોંગ્રેસ સાથે છેડો ફાડનાર જમ્મુ કાશ્મીરના જૂના જોગી એવા ગુલામ નબી આઝાદે આજે પોતાની નવી પાર્ટીના નામની જાહેરાત કરી છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેણે કહ્યું હતું કે ટૂંક સમયમાં તે નવી પાર્ટીના નામની જાહેરાત કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટીની વિચારધારા સ્વતંત્ર હશે. જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદ રવિવારે જ શ્રીનગર પહોંચી ગયા હતા. અને તેઓ 27 સપ્ટેમ્બર સુધી અહીં રહ્યા બાદ પાર્ટીની રચના કરીને દિલ્હી જશે.

ગુલામ નબીએ કહ્યું હતું કે માત્ર ધર્મનિરપેક્ષ લોકો જ તેમની પાર્ટીમાં જોડાઈ શકે છે. તેમણે જનતા પાસે પાર્ટીના નામ બાબતે મંતવ્યો પણ માગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામ પર ચર્ચા કરી અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીની જાહેરાત કરી.
પાર્ટીના ઝંડાનું કર્યું અનાવરણ
ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટીના ઝંડાનું પણ અનાવરણ કર્યું છે. તેમણે કહ્યું કે ધ્વજનો પીળો રંગ સર્જનાત્મકતા, એકતા અને વિવિધતા દર્શાવે છે. સફેદ રંગ શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે અને વાદળી રંગ સ્વતંત્રતા, ખુલ્લા વિચારો, કલ્પના અને સમુદ્રના ઊંડાણથી આકાશની ઊંચાઈ સુધીનું પ્રતિનિધિત્વ કરે છે. આઝાદે કહ્યું, લોકોએ ઉર્દૂ, સંસ્કૃત, હિન્દીમાં નામ સૂચવ્યા હતા. જોકે, અમને એવું નામ જોઈતું હતું જેમાં ડેમોક્રેટિક, શાંતિ અને સ્વતંત્ર ત્રણેય બાબતો હોય.
73 વર્ષીય ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ સિવાય તેમણે સોનિયા ગાંધીને એક લાંબોલચક પત્ર પણ લખીને રાહુલ ગાંધીને નિશાના પર લીધા હતા. ગુલામ નબી આઝાદ જી-23ના નેતાઓમાંથી એક હતા. તેમણે પાર્ટી છોડ્યા બાદ નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ પણ તેમને ઓફર કરી હતી અને કોંગ્રેસની આલોચના કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી