GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

વિશ્વાસ નહીં આવે ! આમિર ખાનની ફિલ્મમાં કામ કરી ચુકેલો આ એક્ટર આજે મજબૂરીમાં વેચી રહ્યો છે શાકભાજી

કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનના લીધે સારા સારાની હાલત પાતળી થઈ ગઈ છે. લોકડાઉનના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ્પ થતાં અમુક લોકો હવે મજબૂરીમાં શાકભાજી વેચવાનુ તો અમુક લોકો ઈસ્ત્રી કરવા મજબૂર બન્યા છે. પહેલાની સરખામણીમાં લોકોની આવકમાં પણ ઘટાડો થયો છે. આવીં કંઈક હાલત છે બોલિવૂડના આ એક્ટરની…

આમિર ખાનની ફિલ્મમાં કરી ચુક્યા છે કામ

આમિર ખાનની ફિલ્મ ગુલામમાં કામ કરી ચુકેલા એક્ટર જાવેદ હૈદર પણ અન્ય કલાકારોની માફક પૈસાની કમી મહેસૂસ કરી રહ્યો છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે શાકભાજી વેચતો નજરે પડે છે. આ વીડિયોને ડોલી બિંદ્રાએ શેર કર્યો છે.

ડોલી બિંદ્રાએ વીડિયો શેક કર્યો

ટીવી એક્ટ્રેસ ડોલી બિંદ્રાએ આ વીડિયો ટ્વિટર પર શેર કરતા લખ્યુ છે કે, આ એક એક્ટર છે. જે આજે શાકભાજી વેચી રહ્યો છે. જાવેદ હૈદર. જો કે, લોકો હૈદરની વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, કોઈ પણ કામ ક્યારેય નાનુ હોતુ નથી. યૂઝર્સનું કહેવુ છે કે, જાવેદે સાબિત કરી આપ્યુ છે કે, જીવનમાં હારવાનું નહીં, દરેક પરિસ્થિતીનો સામનો કરવો જોઈએ.

સોલંકી દિવાકર પણ ફળ વેચી જીવન ગુજારે છે

આ અગાઉ સોલંકી દિવાકરને પણ દિલ્હીના રસ્તાઓ પર રિક્ષા ખેંચીને ફળ વેચતો દેખાયો હતો. કહેવા માટે તો તેણે આયુષ્યમાન ખુરાનાની ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે, પમ જોવા વાળાની નજર ભાગ્યે જ તેના પર પડી હશે. એક્ટીંગનુ કામ રોજ રોજ મળતુ નથી. એટલા માટે દિવાકર ફળ વેચવાનુ કામ કરે છે.

સોલંકી દિવાકર છેલ્લા 8-10 વર્ષથી નવી દિલ્હીના ઓખલા માર્કેટમાંથી ફળ લાવી વેચે છે. જેને વેચી તે પોતાનુ ઘર ચલાવે છે. સોલંકી તે એવા હજારો સંઘર્ષશીલ અભિનેતાઓમાનો એક છે, જેને ફિલ્મોમાં નાના મોટા રોલ કરવા જૂનિયર આર્ટિસ્ટના રૂપમાં ઓળખવામાં આવે છે.

READ ALSO

Related posts

સુશાંતના નિધન બાદ પહેલી વખત અંકિતા લોખંડેએ પોસ્ટ કરી આ ખાસ તસ્વીર, વાંચો શું લખ્યું

Arohi

આંધ્રપ્રદેશનાં વિઝાગ ખાતે આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ધમાકાના પ્રચંડ અવાજો દુર દુર સુધી સંભળાયા

pratik shah

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!