GSTV
Home » News » પ્રચાર પણ ન કર્યો તેમ છતાં ઉત્તરપ્રદેશમાં 1 લાખ મતોથી જીત્યા આ રૅપના આરોપી

પ્રચાર પણ ન કર્યો તેમ છતાં ઉત્તરપ્રદેશમાં 1 લાખ મતોથી જીત્યા આ રૅપના આરોપી

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવી ગયા છે. આ પરિણામોમાં ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારુ નામ સામે આવ્યુ છે. આ નામ છે અતુલ કુમાર સિંહનું. અતુલકુમાર સિંહ બીએસપીની ટિકિટ ઉપર ઉત્તરપ્રદેશની ઘોસી લોકસભા ક્ષેત્રના નવા સાંસદ બનવાના છે. આ સીટનું પરિણામ તો જાહેર થયુ નથી.

પરંતુ તેઓ બીજેપીનાં ઉમેદવાર હરિનારાયણથી લગભગ 1 લાખ 20 હજાર મતોથી આગળ હતા. અતુલકુમારનું નામ એટલા માટે ચોંકાવનારુ છે, કારણકે તેમણે આ ક્ષેત્રમાં એકપણ દિવસ ચૂંટણીપ્રચાર કર્યો નથી. તેમની ઉપર રૅપનો આરોપ છે અને પોલીસ તેમને શોધી રહી છે. બનારસની UP કોલેજની પૂર્વ વિદ્યાર્થીનીએ તેમની સામે રૅપનો કેસ દાખલ કર્યો છે. જમાનત માટે તેમણે કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. જેને કારણે તેઓ ચૂંટણી પ્રચાર કરી શક્યા નથી.

અતુલસિંહની ગેરહાજરી બીએસપી અને સપાના દિગ્ગજોએ કમાન સંભાળીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ખુદ માયાવતી અતુલસિંહના સમર્થનમાં ઉતરીને કહ્યુ હતુકે, આ બીજેપીનું ષડયંત્ર છે. ચૂંટણી દરમ્યાન અતુલસિંહના ઘરમાં પોલીસે ઘણીવાર દરોડા પાડ્યા હતા. દરવખતે પોલીસ ખાલી હાથે પાછી ફરતી હતી. ક્ષેત્રોમાં એવી પણ વાતો ફેલાઈ હતી કે અતુલસિંહ વિદેશ ભાગી ગયા છે. ત્યારે તેમના સમર્થકો પોલીસ ઉપર ટોર્ચરનો આરોપ લગાવીને મત માંગી રહ્યા હતા. જે કામ કરી ગયું અને અતુલકુમારને જીત અપાવી હતી.

READ ALSO

Related posts

ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ, બોમ્બે હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ માંગ્યો

Mansi Patel

‘માટલું અહિં છે, પાણી ક્યાં છે?’ તમિલનાડુમાં જળ સંકટ ઘેરૂ બન્યું, જેલભરો આંદોલનની તૈયારી

Riyaz Parmar

સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!