GSTV
Home » News » ભાવનગર : પ્રોટેક્શનની દિવાલ તૂટેલી, દરિયાનું પાણી ઘુસવાની સંભાવના વચ્ચે દરિયા કાંઠે વસતા લોકોનું કરાયું સ્થાળાંતરણ

ભાવનગર : પ્રોટેક્શનની દિવાલ તૂટેલી, દરિયાનું પાણી ઘુસવાની સંભાવના વચ્ચે દરિયા કાંઠે વસતા લોકોનું કરાયું સ્થાળાંતરણ

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે દરીયા કાંઠે વસતા પરિવારોનું તાત્કાલીક સ્થળાંતર કરાયું છે. ઘોઘાનાં દરિયા કિનારે આવેલી પ્રોટેક્શન દીવાલ તૂટેલી છે અને ગમે ત્યારે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જાય તેવી સંભાવના વર્તાઇ રહી છે. તંત્રએ લોકોની સલામતીને ધ્યાને લઇને સ્થળાંતર કર્યું છે. તમામ લોકોને ઘોઘાની જુમ્મા મસ્જીદમાં સ્થળાંતરીત કરાયા છે.

9190 લોકોનું સ્થાળાંતરણ

ભાવનગર જિલ્લાના 4 તાલુકાના 34 ગામોમાં વાવાઝોડાની અસર થવાની શક્યતાઓને લઇને 9190 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવા માટે તંત્ર સજ્જ થયું છે. હાલમાં મહુવા તેમજ તાલાજાના સંભવિત અસર થાય તેવા ગામોના લોકોનું સ્થળાંતર કરવા આવી રહ્યું છે. આ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા ભાવનગર ફાયર ફાઈટરો દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રેસ્ક્યુ કરી શકાય તેવી 4 બોટો 50 લાઈફ જેકેટ તથા બોયા ઇમરજન્સી લાઈટો દોરડાઓ સહિતની તૈયારીઓ સાથે તમામ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક તૈનાત છે.

READ ALSO

Related posts

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!