GSTV
dang ગુજરાત

ખાપરી નદીમાં ઘોડાપૂર, કિનારાના ગામોને સાવચેત રહેવા આપવામાં આવી સુચના

ડાંગની ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ.ભારે વરસાદી માહોલમાં ખાપરી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.તો નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામા મૂશળધાર વરસાદને પગલે મૌસમના પ્રથમ વખત જ અંબિકા ,પૂર્ણાં, ખાપરી નદી બન્ને કાંઠે વહેતી થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી,જ્યારે ખેડૂતો ડાંગર રોપની કાર્ય માં જોતરાઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં શનિવારે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ 96.75 મિ.મી. વરસાદ નોંધાયો હતો.જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન 83 મિ.મી. (મોસમનો 402 મિ.મી.), વઘઇમાં 123 મિ.મી. (મોસમનો 424 મિ.મી.), સુબીરમાં ૬૧ મિ.મી. (મોસમો 400 મિ.મી.) અને સાપુતારામાં 120 મિ.મી. (મોસમનો 383 મિ.મી.) મળી જિલ્લામાં કુલ 387 મિ.મી. વરસાદ નોંધાતા અહીં સરેરાશ 96.75 મિ.મી. વરસાદ નોંધાયો છે.

આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો કુલ વરસાદ 1609 મિ.મી. એટલે કે સરેરાશ 402.25 મિ.મી. વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ભારે વરસાદને પગલે સવારે 8 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના 10 જેટલા માર્ગો અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. આ માર્ગો બંધ થવાથી 13 ગામ અસરગ્રસ્ત થયા હતા.

Related posts

LIVE! પીએમ મોદી અને અમિતશાહે મતદાનની કરી અપીલ, રીવાબાએ આજે રાજકોટમાં આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું

pratikshah

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 10 હોટ સીટો પર જબરદસ્ત જંગ : આ બેઠકો નક્કી કરશે રાજકીય દિશા

pratikshah

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi
GSTV