GSTV

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

હૈદરાબાદમાં યોજાનારી નગર નિગમની ચૂંટણીને લઈને ભાજપ બરાબરની તાકાત એકઠી કરીને પ્રચારમાં લાગી ગયા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના હૈદરાબાદ પ્રવાસ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રાજ્યના મલ્કાજગીરીમાં રોડ શો કરવા પહોંચ્યા હતા. યોગીએ રોડ શો દરમિયાન કહ્યુ હતું કે, આપણે બધાએ એ નક્કી કરવાનુ છે કે, એક પરિવાર અને એક મિત્રની ગેંગને લૂંટમાંથી આઝાદી અપાવાની છે, હૈદરાબાદને ભાગ્યનગર બનાવીને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવાનું છે. મિત્રો તમારે એ નક્કી કરવાનુ છે.

યોગીએ વધુમાં કહ્યુ હતું કે, હું જાણુ છુ કે, અહીં સરકાર એક બાજૂ જનતા સાથે લૂંટ કરી રહી છે. તો વળી બીજી બાજૂ AIMIMના લલચામણી જાહેરાતોમાં આવીને ભાજપના કાર્યકર્તાઓનું શોષણ કરી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે લડાઈ લડવા માટે અમે તમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા તૈયાર છીએ, ભગવાન શ્રીરામની ધરતી પરથી હું સ્વયં અહીં આવ્યો છું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના પ્રવાસ બાદ શનિવારે યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પ્રવાસ પણ થવાનો છે. ભાજપ અહીં સમગ્ર તાકાત લગાવી રહ્યુ છે. 150 સીટોવાળી હૈદરાબાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન માટે ભાજપ પૂરા દમખમ સાથે જોર લગાવી રહી છે. જ્યાં પહેલાથી તેજસ્વી સૂર્યાએ કમાન સંભાળી રાખી છે.

સીએમ યોગીના પ્રચાર પહેલા AIMIM ના પ્રમુખ અસદ્દદીન ઓવૈસી અને તેમના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, ભાજપ જો સર્જીકલ સ્ટ્રાઈક કરશે, તો મતદારો એક ડિસેમ્બરે ડેમોક્રેટિક સ્ટ્રાઈક કરશે. તો વળી વધુમાં જણાવ્યું હતું કે, ન તો યોગીથી ડરીએ છીએ કે, ન તો ચાવાળાથી. જેટલો આ દેશ પર મોદીનો હક છે, એટલો જ અકબરુદ્દીનનો પણ છે.

READ ALSO

Related posts

સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની 8 ગાડીઓએ મેળવ્યું આગ નિયંત્રણ

Pritesh Mehta

ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

Sejal Vibhani

કાંટાની ટક્કર/ છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબ્રુઆરીએ યોજાશે, બે તબક્કામાં ચૂંટણીનું આયોજન: રસા કસીનો જંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!