ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (GHMC) ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મતગણતરી ચાલુ છે. ઓવૈસી પોતાનો ગાઢ બચાવી શકશે કે ભાજપ તેમના ગઢમાં ગાબડું પાડશે તે તો સમય જ નક્કી કરશે.

150 બેઠકો પર ચૂંટણી
GHMCની 150 બેઠકો પર 1122 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ભાજપે આ ચૂંટણીના પ્રચારમાં પોતાના ટોચના નેતાઓને જવાબદારી સોંપી હતી. સાથે જ અમિત શાહે પણ ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કર્યો હતો એટલે જ આ ચૂંટણી જંગ ઘણો રસપ્રદ થઇ ગયો છે.

કોણ કેટલી બેઠકો પર આગળ
પક્ષ | આગળ | જીત | કુલ |
---|---|---|---|
TRS | 63 | 1 | 64 |
ભાજપ | 42 | 0 | 42 |
AIMIM | 26 | 11 | 37 |
કોંગ્રેસ | 3 | 0 | 3 |
TDP | 0 | 0 | 0 |
IND | 0 | 0 | 0 |
અન્ય | 0 | 0 | 0 |
TRSની એક અને AIMIMની 11 બેઠકો પર જીત
હૈદરાબાદ ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે ટીઆરએસ અને ઓવૈસીની પાર્ટી AIMIM ને જીત મળવાની શરૂઆત થઇ ગઈ છે. ટીઆરએસને 1 બેઠક પર જીત મળી છે તો AIMIM ને સર્વાધિક 11 બેઠકો પર જીત મળી ગઈ છે. જીતને પગલે ટીઆરએસ અને AIMIM સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી છે.
ભાજપ ટીઆરએસ વચ્ચે રસાકસી
હૈદરાબાદ ચૂંટણીના પરિણામો જેમ જેમ સામે આવી સામે આવી રહ્યા છે તેમ તેમ ભાજપ અને ટીઆરએસ વચ્ચે ઘમાસાણ વધુનેવધુ રસાકસી ભર્યું થઇ રહયું છે. લેટેસ્ટ જાણકારી મુજબ હાલ ભાજપ 47 બેઠકો પર આગળ છે તો ટીઆરએસએ હવે ગતિ પકડી છે અને 64 બેઠકો પર આગળ આવી ગઈ છે. જયારે ઓવૈસીની પાર્ટી AIMIM 30 બેઠકો પર આગળ છે.
88 બેઠકો પર ભાજપ આગળ
150 બેઠકો વળી ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં ભાજપ 88 બેઠકો પર આગળ છે. અહીં 33 બેઠકો પર ટીઆરએસ અને 17 બેઠકો પર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM આગળ છે. જયારે એક બેઠક જીતી ગયું છે. કોંગ્રેસ એક બેઠક પર આગળ છે.

ભાજપના સાંસદ બોલ્યા: તેલંગાણાની જનતા પરિવર્તન ઈચ્છે છે
ભાજપ સાંસદ ડી. અરવિંદે કહ્યું છે કે તેલંગાણા રાજ્યમાં પરિવર્તન શરૂ થઇ ગયું છે. તમે લોકસભા ચૂંટણીના પરિણામો અને બાદમાં ડબ્બાકા પેટ ચૂંટણી અને હવે હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીના રૂઝાન જોઈ લો. આપણે સાંજ સુધી રાહ જોવી જોઈએ. પરંતુ, આ ટીઆરએસને સ્પષ્ટ સનદેશ છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે.

2016માં ભાજપને મળી હતી માત્ર 3 બેઠકો
વર્ષ 2016માં થયેલ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીની વાત કરીયે તો ટીઆરએસએ 150 વોર્ડમાંથી 99 વોર્ડમાં જીત મેળવી હતી. જયારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ને 44 વોર્ડમાં જીત મળી હતી જયારે ભાજપને માત્ર અને માત્ર 3 બેઠકો પર જીત મળી હતી. તો કોંગ્રેસને પણ માત્ર 2 બેઠકો મળી હતી. આ રીતે ગ્રેટર હૈદરાબાદ અને જુના હૈદરાબાદના નિગમ પર કેસીઆર અને ઓવૈસીની પાર્ટીનો દબદબો રહ્યો હતો.
હૈદરાબાદ મહાનગર પાલિકાની ચૂંટણીનાં પરિણામો આવવાની આજે સવારે શરૂઆત થઇ હતી. પ્રથમદર્શી અહેવાલ મુજબ આ વખતે ભાજપ લીડમાં હતો અને ટીઆરએસ તથા ઓવૈસીનો પક્ષ પાછળ હતા.
સામાન્ય રીતે કોઇ શહેરની મ્યુનિસિપલ ચૂંટણી આટલી રસાકસી જમાવતી નથી પરંતુ ભાજપ કોઇ પણ ભોગે સાઉથમાં પગપેસારો કરવા આતુર હતો એટલે આ વખતે હૈદરાબાદની ચૂંટણીમાં ભાજપના ધુરંધર નેતાઓ પ્રચારમાં ઊતર્યા હતા. આવા નેતાઓમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થયો હતો.
હૈદરાબાદ મ્યુનિસિપલ ચૂંટણીનાં પરિણામો પરથી આવી રહેલા સમયનો અણસાર મળવાની ધારણા હતી. આવતા વરસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી છે. ભાજપની વગ ક્યાં કેટલી વધી ઘટી છે એનો અણસાર કદાચ આ ચૂંટણી પરથી આવી શકે. 2015ની ચૂંટણીમાં ટીઆરએસ અને ઓવૈસી મેદાન મારી ગયા હતા. ભાજપને રોકડી એક બેઠક મળી હતી.
આ વખતે ભાજપને વધુ બેઠકો મળવાની અપેક્ષા હતી. ભાજપને વધુ બેઠકો મળે તો એનો એક અર્થ એવો પણ કરી શકાય કે ઓવૈસીની વગ પોતાનાજ વિસ્તારમાં ઘટી રહી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા
- પત્રકારત્વ ક્ષેત્ર તેમજ વર્કિંગ જર્નાલિસ્ટ યુવાપેઢી માટે રોજગારીની ઉજજ્વળ તક, માહિતી ખાતા હસ્તક વિવિધ સંવર્ગની 100 જગ્યાઓની જાહેરાત
- 730 કરોડ કમાવવાની સૌથી મોટી તક, આપો આ બિઝનેસમેનના સવાલનો જવાબને થઈ જાવ માલામાલ…
- જામકંડોરણામાં રસીકરણનો પ્રારંભ/ હેલ્થ ઓફિસરોને અપાઈ સૌ પ્રથમ રસી, આ લોકોને પણ અપાશે વેક્સિન
- ચાણક્ય નીતિ: આ બાબતોનું રાખશો ધ્યાન તો પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય નહીં આવશે કડવાશ, આજે જ ગાંઠ બાંધી લો