હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીની મતગણતરીમાં તેલંગણાની સત્તાધારી પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જો કે, અહીં ભાજપનું શાનદાર પ્રદર્શન જોતા ટીઆરએસની જીત ફિક્કી પડી ગઈ છે. ભાજપે અહીં નગર નિગમની ચૂંટણીને પણ ગંભીરતાથી લેતા આ વખતે દમખમ લગાવીને પ્રચાર કરતા આ પરિણામ આવ્યુ છે. એટલુ જ નહીં પણ પાર્ટીએ દિગ્ગજોને પણ મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આ વાતનો પરચો એ બતાવે છે કે, ભાજપે અહીં સત્તાધારી પાર્ટી તો ઠીક સાથે સાથે ઓવૈસીને પાર્ટીને પણ બરાબરની ટક્કર આપી છે.
#WATCH Telangana: BJP workers burst crackers in Hyderabad following the #GHMCElectionresults https://t.co/xihpiLV81t pic.twitter.com/JQa2eKO7kY
— ANI (@ANI) December 4, 2020
દેશની સૌથી મોટી નગર નિગમ એવી ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ભાજપે સારામાં સારૂ પ્રદર્શન કર્યુ છે, જ્યાં પાર્ટીએ 49 સીટો પર જીત મેળવી છે. તો વળી સત્તાધારી ટીઆરએસ પાર્ટીએ અહીં સૌથી મોટી પાર્ટી બનીને 56 સીટ પર જીત મેળવી છે. જ્યારે ઓવૈસીની પાર્ટીને 43 સીટ પર જીત મળી છે. આ વખતે એકેય પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો કેમ કે, અહીં જીત માટે 76નો આંકડો જોઈએ છે.

પક્ષ | આગળ | જીત | કુલ |
---|---|---|---|
TRS | 1 | 55 | 56 |
AIMIM | 0 | 44 | 44 |
ભાજપ | 0 | 48 | 48 |
કોંગ્રેસ | 0 | 2 | 2 |
TDP | 0 | 0 | 0 |
IND | 0 | 0 | 0 |
અન્ય | 0 | 0 | 0 |
We will fight the BJP in a democratic way. We are confident that people of Telangana will stop BJP from expanding its footprints in the state: AIMIM President Asaduddin Owaisi in Hyderabad https://t.co/ENu2UZ0UaB pic.twitter.com/0I112H0A4V
— ANI (@ANI) December 4, 2020
2016માં ભાજપને મળી હતી માત્ર 3 બેઠકો
વર્ષ 2016માં થયેલ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીની વાત કરીયે તો ટીઆરએસએ 150 વોર્ડમાંથી 99 વોર્ડમાં જીત મેળવી હતી. જયારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ને 44 વોર્ડમાં જીત મળી હતી જયારે ભાજપને માત્ર અને માત્ર 3 બેઠકો પર જીત મળી હતી. તો કોંગ્રેસને પણ માત્ર 2 બેઠકો મળી હતી. આ રીતે ગ્રેટર હૈદરાબાદ અને જુના હૈદરાબાદના નિગમ પર કેસીઆર અને ઓવૈસીની પાર્ટીનો દબદબો રહ્યો હતો.
હૈદરાબાદ મહાનગર પાલિકાની ચૂંટણીનાં પરિણામો આવવાની આજે સવારે શરૂઆત થઇ હતી. પ્રથમદર્શી અહેવાલ મુજબ આ વખતે ભાજપ લીડમાં હતો અને ટીઆરએસ તથા ઓવૈસીનો પક્ષ પાછળ હતા.
#WATCH The historic result for BJP in Hyderabad GHMC elections shows people's unequivocal support towards PM Modi's development & governance model: JP Nadda, President, Bharatiya Janata Party pic.twitter.com/WvupzNVK4w
— ANI (@ANI) December 4, 2020
સામાન્ય રીતે કોઇ શહેરની મ્યુનિસિપલ ચૂંટણી આટલી રસાકસી જમાવતી નથી પરંતુ ભાજપ કોઇ પણ ભોગે સાઉથમાં પગપેસારો કરવા આતુર હતો એટલે આ વખતે હૈદરાબાદની ચૂંટણીમાં ભાજપના ધુરંધર નેતાઓ પ્રચારમાં ઊતર્યા હતા. આવા નેતાઓમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થયો હતો.
I thank people of Hyderabad who chose TRS as the single largest party to represent them in Council. Result is certainly not what we expected, we're short of 20-25 seats. We lost about 10-12 divisions with extremely narrow margin: KT Rama Rao, Telangana minister #GHMCElections pic.twitter.com/Hr5K2s0vbC
— ANI (@ANI) December 4, 2020
હૈદરાબાદ મ્યુનિસિપલ ચૂંટણીનાં પરિણામો પરથી આવી રહેલા સમયનો અણસાર મળવાની ધારણા હતી. આવતા વરસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી છે. ભાજપની વગ ક્યાં કેટલી વધી ઘટી છે એનો અણસાર કદાચ આ ચૂંટણી પરથી આવી શકે. 2015ની ચૂંટણીમાં ટીઆરએસ અને ઓવૈસી મેદાન મારી ગયા હતા. ભાજપને રોકડી એક બેઠક મળી હતી.
આ વખતે ભાજપને વધુ બેઠકો મળવાની અપેક્ષા હતી. ભાજપને વધુ બેઠકો મળે તો એનો એક અર્થ એવો પણ કરી શકાય કે ઓવૈસીની વગ પોતાનાજ વિસ્તારમાં ઘટી રહી હતી.
READ ALSO
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા
- ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ : સોશિયલ મીડિયા પર મચી ધમાલ, તસવીરો જોઈ ઉંહકારો નીકળશે