GSTV

ઘેડ વિસ્તારના અનેક ગામો છેલ્લા બે દિવસથી બન્યા સંપર્ક વિહોણા, લોકો કેડસમાં પાણીમાં ઘરવખરી લઈને સ્થળાંતર કરવા મજબૂર

Last Updated on August 31, 2020 by

જુનાગઢ માંગરોળના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાતા હાલત કફોડી છે. પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબૂર છે. વરસાદે વિરામ લીધો પણ પાણીની આવક વધી રહી હોવાથી ઘેડના સામરડા ગામના લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. લોકો કેડસમા પાણીમાં ઘરવખરી અને માલ સામાન લઈને સ્થળાંતર કરી રહ્યાં છે. આ પહેલા 1986માં પણ ઘેડ પંથકની પાણીથી હોનારત સર્જાઈ છે.

જુનાગઢના માંગરોળ પંથકમાં 1986ની હોનારત પછી આ વર્ષે ફરી એવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને માંગરોળના ઘેડ પંથકના ગામો સાંઢા, સામરડા, શરમા, ઓસાઘેડ, બગસરા, ઘેડ, ફુલરામા, લાંગડ સહીતના ઘેડ વિસ્તારના ગામો છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા બન્યા છે. હાલ સામરડામાં લોકોના ઘરોમાં પાંચ ફુટ સુધી પાણી ભરાઇ જતાં લોકોએ અન્ય ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર થવાની ફરજ પડી છે. 1986 પછી આવું બીજી વખત બન્યું છે. તંત્ર દ્વારા હાલ આ ગામોમાં કોઈ પણ જાતની સહાય પહોંચાડવાની શક્યતા નથી. તેથી તમામ સરપંચો તેમજ આગેવાનો સાથે ટેલીફોનીક ચર્ચા કરીને જરૂરીયાતમંદોને ટ્રેકટર દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યાં છે. ભારે વરસાદ અને પાણી ભરાતા હાલ ઘેડ પંથના લોકોની અને પશુઓની પરિસ્થીતિ અત્યંત દયનીય બની ચુકી છે.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!