GSTV
Home » News » વિપક્ષો એર સ્ટ્રાઈકની સાબિતી માગી પાકિસ્તાનને ખુશ કરે છે : વડાપ્રધાન મોદી

વિપક્ષો એર સ્ટ્રાઈકની સાબિતી માગી પાકિસ્તાનને ખુશ કરે છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની મુલાકાત કરી હતી. એ દરમિયાન વિપક્ષો ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આતંકવાદીઓ ઉપર થયેલી એર સ્ટ્રાઈક મુદ્દે મોદીએ કહ્યું હતું કે એર સ્ટ્રાઈકની સાબિતી માગતા વિપક્ષો પાકિસ્તાનને ખુશ કરે છે.

વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન ઉદ્ધાટનો સમારોહો પછી સભા સંબોધી હતી. એ દરમિયાન તેમણે વિપક્ષોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું હતું કે એર સ્ટ્રાઈકની ક્રેડિટ તેમની સરકારે લીધી નથી. સૌપ્રથમ તો પાકિસ્તાને જ સ્વીકાર્યું હતું કે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. પછી એના પુરાવા આપવાના ન હોય, વિપક્ષો પુરાવાની માગણી કરીને પાકિસ્તાન ખુશ થાય એવી ભાષા બોલી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને તેમની સરકાર દ્વારા થઈ રહેલા વિકાસકાર્યોની સરાહના કરવાની સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપર પણ નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું હતું :’સમાજવાદી પાર્ટીની સરકારે મારા મતવિસ્તાર વારાણસીમાં વિકાસકાર્યો અટકી પડે તે માટે પ્રયાસો કર્યા હતા. સમાજવાદી પાર્ટીની સરકારે વારાણસીના વિવિધ પ્રોજેક્ટ્સને અટકાવી રાખ્યા હતા’

દેશભરમાં કાશ્મીરી નાગરિકો ઉપર વધી રહેલા હુમલાના સંદર્ભમાં વડાપ્રધાને રાજ્યોને સંબોધીને કહ્યું હતું કે કાશ્મીરી નાગરિકો ઉપર હુમલો કરનારા વિરૃદ્ધ રાજ્ય સરકારો યોગ્ય કાર્યવાહી કરે. વડાપ્રધાને કહ્યું હતું કે તમામ રાજ્યોના નાગરિકો  સાથે એક સરખો વ્યવહાર થવો જોઈએ અને બધા જ રાજ્યોના નાગરિકો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે ખૂબ જરૃરી છે.

વડાપ્રધાન મોદીએ એર સ્ટ્રાઈકના સંદર્ભમાં અગાઉની યુપીએ સરકારને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે મુંબઈમાં હુમલો થયો ત્યારે એ વખતેની કોંગ્રેસ સરકાર ચૂપ રહી હતી. તો શું તેમની સરકાર પણ ચૂપ બેસી રહે?

લોકોએ તેમને કડક કાર્યવાહી કરવા જ ચૂંટયા છે અને એટલે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થતી રહેશે. વડાપ્રધાને કહ્યું હતું કે આતંકવાદીઓ સામેની લડાઈમાં આખું વિશ્વ ભારતને સમર્થન કરે છે ત્યારે વિપક્ષોએ પુરાવા માગીને અડચણો ઉભી કરવાને બદલે દેશનું સમર્થન કરવું જોઈએ.

Related posts

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!