ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં હેકરોએ એક યુવક પાસે 10 કરોડ રૂપિયાની માંગ કરી છે, સાથે જ ધમકી આપી છે કે જો તે 10 કરોડ રૂપિયા નહિ આપે તો તેની અંગત માહિતી અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ કરી દેશે. પોલીસના જણાવ્યા મુજબ, હેકરોએ યુવકને તેના અંગત ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી હતી.

ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વસુંધરા કોલોનીમાં રહેનાર એક યુવકે શનિવારે પોલીસ પાસે જય ફરિયાદ લખાવી છે કે તેને ધમકી ભર્યો એક ઇમેઇલ આવ્યો છે. જેમાં, તેની પાસેથી 10 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. પીડિત યુવકનું નામ રાજીવ કુમાર છે. ઇમેઇલમાં લખવામાં આવ્યું છે કે જો તેણે 10 કરોડ રૂપિયા ન આપ્યા તો તેની અંગત જાણકારી, ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે.

પોલીસ ડીએસપી અંશુ જૈનએ જણાવ્યું કે આ મામલે આઇપીસીની જુદી જુદી કલમો લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ આઇટી એક્ટની કલમ 66ડી મુજબ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હેકર્સ ઘણા સમયથી પીડિત યુવક અને તેના પરિવાર પર નજર રાખી રહ્યો હતો અને તેનું શોષણ કરી રહ્યો હતો. સાયબર સેલ આ મામલે તપાસ કરી રહી છે અને હેકર્સને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક
- LIVE: જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, ભાજપે વગર ચૂંટણીએ જ બે નગરપાલિકાઓ પર જીત મેળવી
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ મતગણતરી શરુ, ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં કોની રહેશે પક્કડ, શરૂઆતી ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી આગળ
- કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી
- નગર પાલિકા રિઝલ્ટ/ નગરપાલિકાની ચૂંટણીનું પહેલુ પરિણામ, બોટાદના વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલની જીત