GSTV

2 મહિલાઓએ ગેંગરેપ થયો હોવાનો એવો ડ્રામા કર્યો કે પોલીસ દોડતી થઈ ગઈ, ખરેખર હદ થઈ

દેશમાં ચારે તરફ રેપની ઘટનાઓને લઈને હંગામો છે ત્યારે એક એવી ઘટના સપાટી પર આવી છે, જેણે સિક્કાની બીજી બાજુ રજુ કરી છે. મળતી વિગતો પ્રમાણે યુપીના ગાઝીયાબાદની બે મહિલાઓએ વળતર મેળવવા માટે ગેંગરેપ થયો હોવાની વાત ઉપજાવી કાઢી હતી. પોલીસનું કહેવું છે કે, એક મહિલાએ ફોન પર ગેંગરેપ થયો હોવાની જાણકારી પોલીસને ગઈકાલે મોડી રાતે આપી હતી.

પોલીસે ખોટી દોડાદોડી કરાવનાર મહિલાઓ સામે કાર્યવાહી હાથ ધરી

એ પછી પોલીસ કાફલાએ સ્થળ પર જઈને તપાસ કરી તો આખો મામલો જ બોગસ નિકળ્યો હતો. પોલીસને કેટલીક ચોંકાવનારી વાતો જાણવા મળી હતી. પોલીસને ખબર પડી હતી કે, બે મહિલાઓએ પ્લાનિંગ કરીને પોતાની જાતને બળાત્કારનો ભોગ બનેલી બતાવી હતી. જેથી પોલીસ ફરિયાદ કરીને વળતર મેળવી શકાય.દરમિયાન પોલીસે આ બે મહિલાઓ સામે ખોટી જાણકારી આપવા બદલ કેસ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

ફ્લાયઓવર પાસે ફેંકીને જતા રહ્યાં

મહિલાએ પોલીસ સમક્ષ એવી વાત કરી હતી કે, હું કામ પરથી પાછી ફરી રહી હતી ત્યારે છોટા હાથીમાં લિફ્ટ લીધી હતી. જેના ડ્રાઈવર અને તેમાં સવાર બીજા એક વ્યક્તિએ મારા પર ગેંગરેપ કર્યો હતો. એ પછી તેઓ મને ફ્લાય ઓવર પાસે ફેંકીને જતા રહ્યા હતા. દરમિયાન મહિલાએ મેડિકલ ચેક અપ કરાવવાની ના પાડતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે મહિલાની કોલ ડિટેલ ચેક કરી હતી. એ પછી મહિલાએ પોલીસ પાસે કબૂલી લીધું હતું કે, સરકારી વળતર મેળવવા માટે મેં આખો ડ્રામા રચ્યો હતો.

Related posts

વિદેશમાં પૈસા મોકલનારને લાગશે ઝટકો, લાગશે આ ટેકસ : દેશભરમાં બદલાઈ ગયાં છે આ નિયમો

Mansi Patel

ખિસ્સા કરો ઢીલા/ આજથી વધી રહ્યા છે ટોલ ટેક્સના ભાવ, જાણો વાહનચાલકોને કેટલો આપવો પડશે ટોલ ટેક્સ

Pravin Makwana

ફાયદો/ પોલીસીધારકોને પહેલીવાર મળશે આ અધિકાર, આજથી બદલાઇ ગયા છે હેલ્થ ઇન્શ્યોરન્સના આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!