GSTV

જીજી હોસ્પિટલ કાંડ: જાતીય સતામણી મામલે એક તબીબે કર્યા ગંભીર ખુલાસા, 8 મહિનાથી થતું હતું મહિલાઓનું યૌન શોષણ

Last Updated on June 16, 2021 by pratik shah

જામનગરમાં જીજી હોસ્પિટલમાં જાતીય સતામણી મામલે એક તબીબે ગંભીર ખુલાસા કર્યા છે. ઓળખ છુપાવવાની શરતે તબીબે મીડિયા સમક્ષ ખુલાસા કર્યા. તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે અહીં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓની જાતિય સતામણી થઈ રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ પીડિત છે. મહિલા એટેનડેન્ટસને નોકરીના નેજા હેઠળ શારીરિક શોષણ કરવા માટે એચઆર વિભાગના કેટલાક લોકો દબાણ કરતા હોવાનો નામ સહિત ખુલાસો કર્યો.

જીજી હોસ્પિટલનો એવો ચોંકાવનારો ખુલાસો થયો કે તંત્ર પણ હચમચી ઉઠ્યું

પોલીસ

જીજી હોસ્પિટલનો એવો ચોંકાવનારો ખુલાસો થયો કે તંત્ર પણ હચમચી ઉઠ્યું છે. HR મેનેજર કહીએ તો એલ.બી.પ્રજાપતિ, તેમના મિત્ર પારસ રાઠોડ, રવી ડેર, નંદન અને એક ફિમેલ દિવ્યા કટારિયા છે. એ લોકો આવી રીતે મહિલાઓનું શારીરિક શોષણ કરતા હતા, આ લોકો જે પણ મહિલા હોય કે તેની સાથે જબરદસ્તી કરતા અને ધમકી આપતા હતા કે જો તમારે અહીં નોકરી કરવી હોય તો મારા જોડે આવા રિલેશન રાખવા જ પડશે, બીજી તરફ આ તમામ મહિલાઓ ગરીબ ઘરમાંથી, કોઈ મજબૂરી હેઠળ આવતી હોવાથી તે તાબે થઈ જતી હતી.

કમિટીને સંપૂર્ણ સત્તા આપવામાં આવશે

જામનગરની જી.જી. હોસ્પિટલમાં યુવતીની જાતીય સતામણી મામલે કલેક્ટર રવિશંકરે નિવેદન આપ્યું… કલેક્ટરે જણાવ્યું કે ઘટના મામલે કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. કમિટીને સંપૂર્ણ સત્તા આપવામાં આવશે… તપાસ કમિટીના રિપોર્ટને આધારે કાર્યવાહી કરવામાં આવશે… કલેક્ટરે જણાવ્યું કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાશે… કોમ્યુનિકેશન અંગેના પુરાવાઓ એકત્ર કરવામાં આવશે… બહેનો વચ્ચેની વાતચીત અને ફોટાએ ગુપ્ત રાખવામાં આવશે… જરૂર પડશે તો સ્ટાફના નિવેદન લેવામાં આવશે…

READ ALSO

Related posts

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

Pritesh Mehta

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!