GSTV

અગત્યની બાબત / સરકારે લીધો ટેલિકોમ ક્ષેત્રે રાહતનો નિર્ણય, નવો મોબાઈલ નંબર અને ટેલીફોન કનેક્શન મેળવવું બનશે એકદમ સરળ…

Last Updated on September 15, 2021 by Zainul Ansari

હાલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અનુરાગ ઠાકુરે વર્તમાન સમયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, સરકારે કેબિનેટ બેઠકમાં ઓટો અને ડ્રોન સેક્ટર માટે 26 હજાર 58 કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમને મંજૂરી આપી છે. તેમાંથી ઓટો મોબાઈલ સેક્ટરને 25 હજાર 938 કરોડ જેટલા રૂપિયા ફાળવવામાં આવશે.

આ સિવાય હવેથી નવો મોબાઇલ નંબર અથવા ટેલિફોન કનેક્શન મેળવવું પણ એકદમ સરળ બનશે. આ માટે તમારું કેવાયસી સંપૂર્ણપણે ડિજિટલ બનશે. કેવાયસી માટે હવે તમારે કોઈપણ કાગળ સબમિટ કરવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત120 કરોડ જેટલી રકમ ડ્રોન ઈન્ડસ્ટ્રીને ફાળવવામાં આવશે.

ટેલિકોમ

કેબિનેટના આ નિર્ણયથી ઓટો સેક્ટરમાં સરકારના અંદાજ પ્રમાણે 7 લાખ 6 હજાર જેટલા લોકોને રોજગારી મળશે. ઓટો સેક્ટરમાં આવનાર પાંચ વર્ષના સમયકાળમાં 47 હજાર 500 કરોડ રૂપિયાનું નવું રોકાણ થશે. જોકે, આ પીએલઆઈ સ્કીમનો લાભ માત્ર એ જ કંપનીઓને મળશે કે, જે રેવન્યુ અને રોકાણકારોની શરતોનું પાલન કરશે.

હાલના સમયમાં જો કોઈ વ્યક્તિએ તેના પ્રીપેડ નંબરને પોસ્ટપેઇડ અથવા પોસ્ટપેઇડ નંબરને પ્રીપેડમાં બદલવો હોય તો તેમણે દર વખતે કેવાયસીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કેન્દ્રીય કેબિનેટે ટેલિકોમ ક્ષેત્ર માટે રાહત પેકેજને પણ મંજૂરી આપી છે. આ પેકેજનો લાભ લઈને કટોકટીનો સામનો કરી રહેલી કંપનીઓની સમસ્યાઓમાં પણ ઘટાડો થશે.

ટેલિકોમ

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ સ્કીમના કારણે મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહેલા ટેલિકોમ ક્ષેત્રે સુધારો જોવા મળી શકે છે અને ટેલિકોમ ક્ષેત્રે એક નવી ક્રાંતિ પણ સર્જાઈ શકે છે . ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ મામલે અમુક દિવસમાં કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો મુદ્દે વિગતવાર જાહેરાત કરશે.

Read Also

Related posts

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!