GSTV
Home » News » ફોન ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, વોટ્સએપ મેસેજ અને વીડિયોઝને રાખી શકશો સુરક્ષિત

ફોન ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, વોટ્સએપ મેસેજ અને વીડિયોઝને રાખી શકશો સુરક્ષિત

મોટાભાગે લોકો મેસેજ માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે અને આપણી બધી પર્સનલ ચેટ અને બીજો ડેટા તેમાં સ્ટોર રહે છે. એવામાં આપણો ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો એ વાતનો ઘણો ડર રહે છે કે આપણી પર્સનલ ચેટ, ડોક્યુમેન્ટ, ફોટોઝ અને વીડિયો પર કોઈના હાથમાં આવી જશે. પરંતુ આજે તમને એવી રીત બતાવીશું જેનો ઉપયોગ કરીને તમે ડેટા સેફ રાખી શકો છો. અપનાવો આ સ્ટેપ્સ
-જો તમને ખબર પડે કે ફોન ગાયબ થઈ ગયો અને તો સર્વિસ આપવાવાળી કંપનીને ફોન કરો અને તમારો નંબર બંધ કરાવી દો. કેમકે વોટ્સએપને એક્ટિવ કરવા માટે વેરિફિકેશન કોડની જરૂર હોય છે જે એસએમએસ અથવા કોલ કરવા પર એવા સમયે તમારું સિમ બ્લોક હોય તો વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવ નહીં થઈ શકે.

-આ નંબરને બ્લોક કર્યા બાદ આ નંબરનું બીજું સીમ ઈશ્યૂ કરાવી શકાય છે.
-એક નંબરથી એક જ વોટ્સએપ ચાલે છે એટલા માટે તમે બીજા હેન્ડસેટ પર તમારો વોટ્સએપ નંબર એક્ટિવેટ કરાવી લો છો તો બીજો કોઈ એક્ટિવ નહીં કરી શકે અને ક્યાંક બીજી જગ્યા પર એક્ટિવેટ થયું તો પણ તે ડિએક્ટિવેટ થઈ જશે.
-જો તમે નવા સીમનો ઉપયોગ કરવા નથી માગતા તો વોટ્સએપને support@whatsapp.com પર ઈ-મેલ મોકલી દો.


-વોટ્સએપને મોકલનારા ઈ-મેલમાં Lost/Stolen લખો. ઈ-મેલમાં તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવાનું લખો, સાથે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં તમારો નંબર જરૂર લખો.
-વોટ્સએપ ચેટને પાછી લાવવા માટે Google Drive, iCloud અથવા OneDriveનો ઉપયોગ કરીને મેસેજનું બેકઅપ લો.
-તમારા કોન્ટેક્ટ તમને મેસેજ મોકલી શકે છે, જે 30 દિવસ સુધી પેન્ડિંગ રહેશે.


-પછી તમે તમારું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવા પર પહેલા જ રિએક્ટિવેટ કરશો તો નવા ફોનમાં બધા પેન્ડિંગ મેસેજ મળી જશે, સાથે તમે બધા ગ્રૂપ ચેટમાં પણ રહી શકશો.

Read Also

Related posts

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

NIsha Patel

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!