વધતા વજનને ઘટાડવા માટે, ઘણી વખત આપણે ઘણી મહેનત કરીએ છે જેમાં ભારે વર્કઆઉટ અને સ્ટ્રિક્ટ ડાઇટનો સમાવેશ થાય છે, જે પેટ અને કમરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ઘણા લોકો ખાસ પ્રકારનો પટ્ટો પહેરીને પેટનો આકાર છુપાવે છે, પરંતુ જો ચહેરો એવો હોય તો તે બધાને દેખાય છે. આવી સ્થિતિમાં, જો તમારા ચહેરા પર ડબલ ચિન અથવા ચરબી હોય, તો તે ચહેરાની સુંદરતા પર ખૂબ જ ખરાબ અસર કરે છે. તો પછી શું કરી શકાય?

ચહેરાની ચરબી અને ડબલ ચિન દૂર કરવા માટે તમારે હજારો-લાખો ખર્ચવાની જરૂર નથી, આ માટે તમે ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે ફેશિયલ યોગ દ્વારા આ સમસ્યાને દૂર કરી શકાય છે. ચાલો જોઈએ તે 3 ઉપાયો.

લાયન પોઝઃ આ પોઝમાં તમે તમારી જીભને પુરી તાકાતથી બહાર કાઢો અને મોંમાં હવા ભરો અને જીભને જમણી અને ડાબી તરફ ખસેડો, આમ કરવાથી તમારા ચહેરાની ત્વચા ટાઈટ થશે અને ચહેરાની વધારાની ચરબી નીકળી જશે.

બલૂન પોઝ: તમે તમારા રોજિંદા જીવનમાં કોગળા કરવા માટે આવા પોઝ બનાવ્યા જ હશે. આ માટે તમારા મોંમાં બને તેટલી હવા ભરો. પછી, ભરેલી હવાને અંદર રાખીને, મોંને ડાબે અને જમણે ખસેડો. જો તમે દિવસમાં 5 થી 7 વાર આમ કરશો તો તમને ડબલ ચિનથી તો છુટકારો મળશે જ પરંતુ જડબાના હાડકા પણ મજબૂત બનશે.

ફિશ પોઝઃ આ પ્રકારના યોગમાં તમે તમારા ગાલને અંદરની તરફ ખેંચો અને માછલી જેવો આકાર બનાવો. બાળપણમાં તમે રમત-ગમતમાં આવો ચહેરો બનાવ્યો જ હશે, જે આજે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આવા યોગથી ચહેરા પરથી વધારાની ચરબી તો દૂર થાય જ છે, પરંતુ સ્નાયુઓ પણ કડક થાય છે અને કરચલીઓ પણ દૂર કરી શકાય છે.

ફેશિયલ યોગ કરવાની બીજી ઘણી રીતો છે. આ બધાનો હેતુ ચહેરાની મૂવમેન્ટ વધારવાનો છે. આના કારણે, ચહેરાની ગતિવિધિઓ વધે છે અને ધીમે ધીમે તમને ઇચ્છિત પરિણામ મળવાનું શરૂ થાય છે.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ