GSTV
Home » News » AMTSનું નવુ બજેટનો આંકડો જાણીને ચોંકી જશો, સાથે આ લોકોને જ મળશે Wifi

AMTSનું નવુ બજેટનો આંકડો જાણીને ચોંકી જશો, સાથે આ લોકોને જ મળશે Wifi

AMTSના ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું. 2019થી 2020 બસોનું 481.98 કરોડનું રેવન્યુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જનમિત્ર કાર્ડ અને નવા રીન્યુઅલ કાર્ડની આવક આઠ કરોડથી વધુ થઇ છે. સાથે-સાથે BRTS કોરિડોરમાં કુલ 41 રૂટની 320 બસો સંચાલિત કરવામાં આવી છે. ચાલુ વર્ષમાં ગાંધી રોડ અને રિલીફ રોડ જેવા ગીચ વિસ્તારમાં ચાર મીનિ બસો વિનામૂલ્યે ભદ્રકાળી એક્પ્રેસ ચાલુ કરવાની સુવિધાને યથાવત રાખવામાં આવી છે.

દર રવિવારે પુખ્તવયની મહિલાઓ માટે મનપસંદ ટિકિટ દર 20 રૂપિયાના બદલે 15 રૂપિયા અને તહેવારોમાં તથા રક્ષાબંધનમાં 10 રૂપિયા અને બાળકો માટે 3 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. AMTS રોજની 700 જેટ્લી બસના રૂટનું સઁચાલન કરે છે જનમિત્ર કાર્ડ ઉપયોગ કરનાર પ્રવાસીઓને મુખ્ય ટર્મિનસો પરથી પ્રવાસીઓને મફત વાઇફાઇ જેવી સગવડ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત 1500 જેટલા ટિકિટ માટેના ઓટોમેટિક મશીન તેમજ બસના ડ્રાઈવરોને આરટીઓ અને ટ્રાફિક પોલીસ સાથે રાખીને ટ્રેનિંગ આપવામાં આવશે.

Related posts

World Cup : નંબર-4 પર ભારતીય ટીમના 6 બેટ્સમેન રમ્યા, પરંતુ એકપણ સદી તો ન જ ફટકારી શક્યા

Bansari

બિગ બોસ-૧૩માં થયા મોટા ફેરફારો, જાણો શું હશે નવુ

Mayur

જે ચૂંટણી પંચની કામગીરી દુનિયાના દેશોમાં વખણાય છે તેના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે : પ્રકાશ જાવડેકર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!