GSTV

કામના સમાચાર/ તમારી FD કરાવશે નિયમિત આવક, આ એક ટ્રિકથી થશે મોટી કમાણી

fd

Last Updated on October 5, 2020 by Bansari

ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણ માટેનો સૌથી અનુકૂળ વિકલ્પ માનવામાં આવે છે, ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે. જો કે, હાલમાં, જ્યારે આપણે FD પરના વ્યાજ દર (FD રેટ) વિશે વાત કરીએ છીએ, ત્યારે જાણવા મળ્યુ છે કે મોટાભાગના રોકાણકારો કોર્પોરેટ અથવા કંપની FDમાં વધુ રસ બતાવે છે. ઉંચી કમાણી કરનારા રોકાણકારો માટે કંપની FD એક લોકપ્રિય રોકાણ વિકલ્પ છે. FD તે લોકો માટે યોગ્ય માનવામાં આવે છે જેઓ ઉચ્ચ વળતર માટે જોખમ લેવા સક્ષમ છે. આ FD દ્વારા જરૂરી ખર્ચ પૂરા કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે નિવૃત્ત લોકો આ વિકલ્પનો લાભ લે છે.

બેંક / કોર્પોરેટ FD લેંડરિંગ ટેક્નીક

બેંક FD લેંડરિંગ એક પ્રકારની ટેકનીક છે જેમાં અલગ-અલગ સમયગાળા માટે FD બનાવવામાં આવે છે. લિક્વિડીટી મેનેજ કરવાની આ એક સારી રીત માનવામાં આવે છે. આ માટે, તમારે નાના રોકાણ માટે એક લમ્પ-સમ રકમ નક્કી કરવી પડશે. આ પછી, તેનુ વિવિધ સમયગાળા માટે રોકાણ કરવામાં આવે છે.

કેવી રીતે મળે છે લેંડરિંગનો લાભ

આજથી

ધારો કે તમે કુલ 7 લાખ રૂપિયા કોઈ બેંક અથવા કોર્પોરેટ FDમાં જમા કરાવવા માંગો છો. આવી સ્થિતિમાં, રૂ. 7 લાખની રકમને માત્ર એક FDની જગ્યાએ, તમારે તેને નાની-નાની FDમાં વહેંચવી જોઈએ અને વિવિધ પાકતી મુદત માટે તેને રોકાણ કરવું જોઈએ. જો તમે તેને 1-1 લાખ રૂપિયાની સાત FDમાં વહેંચો છો અને દરેક FDને અનુક્રમે 1, 2, 3, 4, 5, 6 અને 7 વર્ષ માટે રોકાણ કરો છો, તો દર વર્ષે તમારી પાસે FD પાકતી થાય છે. આ રીતે તમારી પાસે પૂરતી લિક્વિડિટી ઉપલબ્ધ હશે. જો તમને FD મેચ્યોરિટી પછી પૈસાની જરૂર ન હોય, તો તમે ફરી એકવાર તેનું રોકાણ કરી શકો છો.

જ્યારે બીજી વખત રોકાણ કરો ત્યારે 5 વર્ષ માટે FD મૂકો. આ રીતે તમે FDની ચેઇન બનાવી શકશો, જેથી તમારી પાસે યોગ્ય સમયે પૂરતા પૈસા હશે અને આ રીતે તમે તમારી લિક્વીડીટીની જરૂરિયાતોને પૂરી કરી શકશો. તમે તમારી અનુકૂળતા અને સંભવિત ભાવિ આવશ્યકતાઓને આધારે આ લેંડરિંગ ડિઝાઇન કરી શકો છો. FD લેંડરિંગમાં વ્યાજની કમાણી સરેરાશ છે.

કોર્પોરેટ FDમાં સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન

AAA રેટેડ કરેલી કોર્પોરેટ FD પર, બેન્કોને FD કરતાં લગભગ 1 થી 2 ટકા વધુ વ્યાજ મળે છે. આમાંની કેટલીક FD પર સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન પણ ઉપલબ્ધ છે. આમાં, તમે દર મહિને થોડી રકમ જમા કરાવી શકો છો. તમારી પાસે મેચ્યોરિટી પછી પૂરી રકમ ઉપાડી લેવાનો અથવા તેને નાના-નાના ભાગોમાં ઉપાડવાનો વિકલ્પ પણ હશે.

ઉદાહરણ તરીકે, બજાજ ફાઇનાન્સ FD પર એસડીપીની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં તમે 6 થી 48 ડિપોઝિટ કરી શકો છો. આ માટે તમે પસંદ કરેલો સમયગાળો તમામ ડિપોઝીટ પર લાગુ પડે છે. તમે તેનો જે સમયગાળો પસંદ કરો છો તે તમામ ડિપોઝિટ પર લાગુ થાય છે. આ તમામ ડિપોઝિટ્સ પર મેચ્યોરિટીની તારીખ અલગ લગ હોય છે. આ ડિપોઝિટ તમારા દ્વારા પસંદ કરવામાં આવેલા સમયગાળાના આધારે મેચ્યોર થાય છે. આ પ્રકારે પણ તમે રેગ્યુલર ઇનકમ મેળવી શકો છો.

જોખમનું પણ ધ્યાન રાખો

જો કે, તમારે કોર્પોરેટ FDના જોખમ વિશે પણ વિચારવું જોઈએ. જોકે એએએ કંપની FD ઉપલબ્ધ છે, તમારી મૂડીની સલામતી સંબંધિત કોઈ ગેરેંટી નથી. બેંકોમાં કરવામાં આવેલી FD પર મૂડી સુરક્ષા ચોક્કસપણે ઉપલબ્ધ છે. કોર્પોરેટ FD પર મળવાપાત્ર આવકવેરો ઇનકમ ટેક્સ સ્લેબના આધારે લાગુ પડે છે.

Read Also

Related posts

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

Damini Patel

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!