સરકાર દ્વારા ગરીબોને રેશનકાર્ડ દ્વારા સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. કોરોના કાળામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત ગરીબોને મફત રાશન આપવાની યોજના ચાલુ કરવામાં આવી હતી જે વધુ મહિના માટે લબાવવામાં આવી છે. જો તમે પણ સરકારની રાશન યોજનાનો લાભ લેવા માટે રેશન કાર્ડ બનાવવા માંગો છો, તો અમે તમને આખી પ્રક્રિયા જણાવીએ છીએ. જોકે, કેટલાક લોકો માત્ર એટલા માટે જ રેશન કાર્ડ બનાવી શકતા નથી કારણ કે તેમને તેની પ્રક્રિયા વિશે સંપૂર્ણ જાણકારી નથી.

જોકે, રાશન કાર્ડ બનાવવા માટે ઘણા સરકારી દસ્તાવેજોની જરૂર પડે છે.અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે બેઠા રેશન કાર્ડ બનાવી શકાય છે. કાર્ડ બનાવતા પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે કેટેગરી અનુસાર કયું રેશન કાર્ડ સાચું છે. પ્રથમ BPL કાર્ડ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે છે. આ કાર્ડ પર 25 થી 30 કિલો રાશન મળે છે.
ગરીબી રેખા ઉપરના લોકો માટે APL કાર્ડ
APL કાર્ડ ગરીબી રેખાથી ઉપર જીવતા લોકો માટે છે. આ અંતર્ગત લાભાર્થીને 15 કિલો રાશન મળે છે. ત્રીજું છે અંત્યોદય કાર્ડ (AAY) આ કાર્ડ ખૂબ જ ગરીબ લોકો માટે બનાવવામાં આવ્યું છે.
રેશનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરો-
- આ માટે, સૌ પ્રથમ રાજ્યની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- આ પછી રેશનકાર્ડ માટે ઓનલાઇન અરજી સાથેની લિંક પર ક્લિક કરો.
- આધાર કાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ, આરોગ્ય કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેને રેશનકાર્ડ મેળવવા માટે આઈડી પ્રૂફ તરીકે આપી શકાય છે.
- રેશનકાર્ડ માટેની અરજી ફી રૂ. 05 થી 55 સુધીની છે.
- એપ્લિકેશન ભર્યા પછી ફી ભરો અને અરજી સબમિટ કરો.
- ફીલ્ડ વેરિફિકેશન પછી, જો તમારી એપ્લીકેશન સાચી લાગે તો તમારું રેશનકાર્ડ જનરેટ થશે.
READ ALSO
- Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો
- આત્મસમર્પણની અટકળો વચ્ચે અમૃતપાલનો એજન્સીઓને ખુલ્લો પડકાર, ‘જે કરવું હોય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં કરી શકો’
- બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક