GSTV
Home » News » Googleના આ નવા ફોનના ફોટાઓ થયા લિક, જાણો તેની કિંમત અને ફિચર્સ

Googleના આ નવા ફોનના ફોટાઓ થયા લિક, જાણો તેની કિંમત અને ફિચર્સ

ગુગલે હાલમાં જ પોતાના બે ફ્લેગશિપ Pixel 3, Pixel 3 XL લોંચ કર્યા છે. ફોટોગ્રાફી માટે આ બંને ફોનના ફિચર બેસ્ટ છે. જો કે આ સ્માર્ટ ફોન હાલ તો બહુ મોંઘા છે. જેથી ભારતમાં આ ફોનનું વેચાણ પણ બહુ ઓછું છે.

પરંતુ જે લોકો સસ્તા Pixel 3 સ્માર્ટફોન ખરીદવાની ઇચ્છા ધરાવે તે લોકો માટે ખૂશખબરી છે. તાજેતરમાં ગૂગલનો Pixel 3 Liteનો ફોટો લીક થયો હતો. અહેવાલ મુજબ, ગૂગલ આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં ખાસ ટાર્ગેટ સાથે લોન્ચ કરી શકે છે.

સરસ વાત એ છે કે ગૂગલ Pixel 3 liteનો કેમેરા Pixel 3 જેવો જ હશે. લીક થયેલા ફોટાઓમાં પણ એવું લાગે છે. જોકે તેની કિંમત 40 થી 50 હજાર રૂપિયા હોઈ શકે છે.

અહેવાલ મુજબ પિક્સેલ 3 Liteમાં 12 મેગાપિક્સલનો રીઅર કેમેરો હશે, જ્યારે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો આપવામાં આવશે. જોકે પિક્સેલ 3માં બે ફ્રન્ટ કૅમેરા છે, Pixel 3 liteમાં ફક્ત એક જ સેલ્ફિ કેમેરા આપવામાં આવી છે.

Pixel 3 કેમેરામાં સોફ્ટવેર આધારીત ઘણા ફીચર્સ છે. જે બીજા સ્માર્ટફોન્સથી વધુ સારા હશે. તેમાં નાઈટ સાઇટ ફિચર્સ, સુપર રેજ ઝૂમ અને પોર્ટ્રેટ મોડ જેવા ફીચર્સ શામેલ છે. આશા છે કે પિક્સેલ 3 Liteમાં પણ આ ફીચર્સ જોવા મળશે. નાઈટ સાઇટ ફીચર ઓછી પ્રકાશશક્તિ અથવા અંધકારમાં પણ ફોટા ક્લિક કરે છે જે અદભૂત છે.

અત્યારે તે સ્પષ્ટ નથી કે તેના હાર્ડવેર શું થશે અને તે લોંચ ક્યારે થશે. એક હકીકત એ પણ છે કે હંમેશાં આ સમાચાર આવે છે કે Apple ભારતીય ગ્રાહકોને ટાર્ગેટ કરી સસ્તો આઈફોનનો લોંચ કરશે. પરંતુ અત્યાર સુધી એવું નથી થયું. શું ગૂગલ એવું કરશે તે આવનારા સમયમાં જ ખબર પડશે.

Related posts

રાફેલ વિમાન સુનાવણીઃ કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું અમે કોઈ ખોટી જાણકારી…

Nilesh Jethva

ગામા પહેલવાન રોજ ખાતો ૧૦૦ રોટલી, ૬ કિલો ચીકન… વિદેશી કુસ્તીબાજો મેદાન છોડી દેતા

Path Shah

ભાજપના નેતાનો આક્ષેપ, કોંગ્રેસનાં ધારાસભ્યો પાસે કામ નથી એટલે અધિકારીઓને ધમકાવે છે.

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!