GSTV

ડીઝલ 65 રૂપિયાને પાર, આ ટ્રિકનો ઉપયોગ કરી ખરીદી શકો છો સસ્તું

Last Updated on January 13, 2018 by

પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત આકાશે આંબી રહી છે. લગભગ 43 મહીના બાદ ફરીથી દેશમાં ડીઝલની કિંમતો 65 રૂપિયા કરતા વધી ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલમાં વધતી તેલીની કિંમતોને કારણે વધારો થઇ રહ્યો છે.

શુક્રવારે મુંબઇમાં એક લીટર ડીઝલ માટે તમારે 65.10 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ત્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. પેટ્રોલનો આવો જ હાલ છે. મુંબઇમાં હાલ એક લીટર પેટ્રોલની કિંમત 77 રૂપિયા સુધી પહોંચી ગયું છે. દિલ્હીમાં તેની કિંમત 70 રૂપિયાથી વધુ થઇ ગઇ છે.

તમે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર તો નિયંત્રણ નહીં મેળવી શકતા  પરંતુ રૂપિયા ચૂકવવાની રીત દ્વારા જરૂર થોડી છુટ મેળવી શકો છો. અમે અહીં તમને બતાવીશુ કે કેવી રીતે ગ્રાહક મુળ કિંમત કરતા સસ્તા ભાવે પેટ્રોલ અને ડીઝલ ખરીદી શકે છે.

સસ્તા પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે તમારે કેશ આપવાની જગ્યાએ કેશલેસ બનવુ પડશે. હા, ઓઇલ કંપનીઓ તે લોકોને પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર છૂટ આપી રહી છે. જે કેસલેસ ચૂકવણી કરે છે.

જો તમે ભીમ એપ અને યૂપીઆઇ સહિત અન્ય કોઇપણ કેશલેસ માધ્યમથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવાના સમયે ચૂંકવણી કરો છો તો તમને છુટ મળશે. પેટ્રોલ પર આ છુટ વર્તમાન કિંમતો કરતા પણ 0.58 પૈસા જેટલી ઓછી મળશે.

જો તમે ડીઝલ ખરીદી રહ્યા છો તો તમને 0.48 પૈસાની છૂટ મળશે. આ છૂટ મેળવવા માટે તમારે માત્ર ચૂંકવણી કરવાની રીત બદલવાની જરૂર છે.

કેન્દ્ર સરકારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે એક ઇન્સેટિવ પ્રોગ્રામ બનાવ્યો છે. તેના હેઠળ તમે પેટ્રોલ-ડીઝલને કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકો છો તો તમારે 0.75 ટકા પ્રતિ લીટર સુધીની છૂટ મેળવી શકો છો.

આ માટે તમારે કેશ પેમેન્ટની જગ્યાએ માત્ર ભીમ એપનો ઉપયોગ કરીને છૂટ મેળવી શકો છો. જો તમે ભીમ એપ ઉપયોગ ન કરતા હોય તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટની સુવિધા તમારી પાસે છે તેનો ફાયદો તમે માત્ર અત્યારે નહી પરંતુ હમેંશા લઇ શકો છો.

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!