GSTV

Paytm FASTag ખરીદી મેળવો સરળ રિચાર્જ અને આ ઘણા બધા ફાયદાઓ

દેશભરના ટોલ પ્લાઝા પર 15 જાન્યુઆરીથી FASTtagથી ટેક્સની ચૂકવણી કરવાનું ફરજીત થઈ ગયું છે. તેથી મોટી સંખ્યામાં લોકોએ પોતાના વાહનો પર FASTag લગાવી લીધો છે. ત્યારે હવે Fastagને સમયે સમયે રિચાર્જ પણ કરાવવું પડશે, ત્યારે પેટીએમ આ મામલે ઘણું જ સુવિધાજનક છે.

પેટીએમમાં ખૂબ જ ઓછા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. કારણ કે, તમારે આ ટેગને ખરીદવા માટે કોઈ પણ પ્રકારના આઈડી પ્રુફ, ફોટો અને પર્સનલ માહિતીની આપવી પડતી નથી. તમે માત્ર ગાડીના રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા કાગળીયા આપી પેટીએમમાંથી ફાસ્ટેગ મંગાવી શકો છે. જો કે, અત્યાર સુધી ઘણા લોકો આ ટેગને લગાવી શક્યા નથી, તેમને જણાવી દઈએ કે, તેઓ ક્યાં પ્રકારે Paytm FASTag ખરીદી શકે છે. સાથે જ પેટીએમ ફાસ્ટેગને રિચાર્જ કરવાની રીત શું છે અને ટેગના બીજા શું ફાયદા છે.

Paytm FASTag આ રીતે ખરીદો

  • સૌથી પહેલા Paytmની સત્તાવાર વેબસાઈટ પર લોગ ઈન કરો,
  • વેબસાઈટ પર તમને FASTag ઓપ્શન દેખાશે
  • FASTag ઓપ્શન પર ક્લિક કરો
  • નવા પેજ પર તમને ટેગની કિંમત 100 રૂપીયા, રિફન્ડેબલ સિક્યુરિટી ડિપોજીટના રૂપમાં 250
  • રૂપીયા અને ઓછામાં ઓછા બેલેન્સના રૂપમાં 150 રૂપીયા એટલે કે, 500 રૂપીયાની ચૂકવણી કરવી પડશે.
  • તમે તમારા વાહનના રજિસ્ટ્રેશન નંબર થકી ફાસ્ટેગ ખરીદી શકો છે.
  • પેટીએમ તમારા અધિકારીક સરનામા પર ફાસ્ટેગ મોકલી આપે છે. જેને તમારે તમારા
  • વાહનના વિંડ સ્ક્રિન પર લગાવવાનો હોય છે.

રિચાર્જ કેવી રીતે કરવું

  • બીજી બેન્ક અને પેમેન્ટ બેન્કની વિરુદ્ધ Paytm Payment Bank માં તમારે FAStag માટે અલગથી વોલેટ રાખવાની કે, રિચાર્જ કરવાની જરૂર નથી. તમે તમારા પેટીએમ બેલેન્સ થકી જ ટોલ પ્લાઝા પર ટેક્સની ચૂકવણી કરી શકો છે. આ રીત તમને ખૂબ જ સુવિધાજનક રહેશે. જો કે, પેટીએમ વોલેટમાં રૂપીયા એડ કર્યાના 20 મિનિટ બાદ જ ટોલ પ્લાઝા પર ચૂકવણી થઈ શકે છે.

આ સુવિધાઓ મળે છે

  • Paytm FASTag દરેક વખતે વપારાત RFID Tag સાથે આવે છે
  • આ રજિસ્ટાર્ડ પેટીએમ વોલેટથી લિંક હોય છે.
  • લિંક વોલેટથી ટોલ શુલ્ક આપોઆપ કપાઈ જાય છે
  • નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન ટેક્સના રૂપમાં ચૂકવવામાં આવતી રકમ પર 2.5 ટકાનું કેશબેક મળશે.
  • પેટીએમ તરફથી પોતાની એક વેબસાઈટ પર આપવામાં આવેલ એક જાણકારી પ્રમાણે, તેઓ કોઈ પણ પ્રકારના બીજા ટેક્સ લેતા નથી.

READ ALSO

Related posts

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

pratik shah

લગ્નજીવનને કેવી રીતે બનાવશો રોમાંચક? કામ આવશે રિલેશનશિપ એક્સપર્ટની આ 5 સલાહ

Mansi Patel

અમેરિકાની ભરપાઈ કરશે બ્રિટન, WHOને મોટુ ફંડ દેવાની થઈ રહી છે તૈયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!