GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે

અમદાવાદની મુલાકાતે આવી રહેલાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અભેદ કિલ્લાની જેમ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. જયારે ટ્રમ્પના કારનો કાફલો રોડ શો વખતે વિવિધ માર્ગો પર પસાર થશે ત્યારે આ કાફલા પર સેટેલાઇટની નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, ગાંધીનગર,અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી, દિલ્હી અને વોશિંગ્ટનમાં કંટ્રોલ રૂમથી એમેરિકન પ્રેસિડેન્ટની સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવશે. જોકે, અત્યારથી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે અમદાવાદ શહેર પર આટાંફેરા શરૂ કરી એર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

સમગ્ર રૂટનું કરાયું સ્કેનિંગ

ટ્રમ્પ અને મેલાનિયાની અમદાવાદની મુલાકાતને પગલે અમેરિકન સિક્રેટ એજન્સીઓએ ધામા નાખ્યાં છે અને અત્યારથી ગાંધીઆશ્રમ અને મોટેરા સ્ટેડિયમ પર કબજો મેળવી લીધો છે. એટલું જ નહીં, સિક્રેટ સર્વિસ એજન્ટો જ અમેરિકન પ્રેસિડેન્ટની પ્રોટોકોલ મુજબ સુરક્ષા સંદર્ભમાં ગુજરાત પોલીસને શું શું કરવું તે અંગે માર્ગદર્શન આપી રહ્યાં છે. અદ્યતન સુરક્ષા સામગ્રી થકી સિક્રેટ સર્વિસ એજન્ટોએ રોડ શોના આખાય રૂટનુ સ્કેનીંગ કર્યું છે. હવે સેટેલાઇટથી પણ સ્કેનીંગ કરાશે. તેમની લીલીઝંડી મળ્યા બાદ અમદાવાદ એરપોર્ટથી રોડ શોનો પ્રારંભ થશે.

મોબાઈલ ફોન સુદ્ધા બંધ થઈ જશે

રોડ શોના રૂટ પર એવા જામર લગાવાશે કે,રસ્તાની આજુબાજુ ઉભા રહેનારાં લોકોના મોબાઇલ ફોન સુદ્ધા બંધ થઇ જશે. એટલું જ નહીં, જામરને કારણે ડ્રોન પણ ઉડી નહી શકે. કોઇ અસામાજીક તત્વ રોડ શોમાં વચ્ચે ન આવે તે માટે ખાસ ફેસ રેકગનાઇઝ કેમેરા લગાવવામાં આવી રહ્યાં છે.આ કેમેરા તરત જ ગુનેગારનો ચહેરો ઓળખી જશે. આ ઉપરાંત એકાદ દિવસમાં વધુ એક હરક્યુલસ વિમાન પણ પ્રેસિડેન્ટની વિશેષ બિસ્ટ કાર લઇને અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. સાથે સાથે આ જ હરક્યુલસ પ્લેનમાં એર એમ્બ્યુલન્સ પણ લવાશે જે એરપોર્ટ પર સજ્જ રહેશે.

કોઈ પણ વ્યક્તિ ઉભો રહી નહીં શકે

મહત્વની વાત એ છે કે, ટ્રમ્પના આગમન બાદ મોટેરા સ્ટેડિયમની આસપાસની હાઇરાઇઝ બિલ્ડીગ પર કોઇ પણ વ્યક્તિ ઉભો રહી નહી શકે. આ માટે મકાનોના ધાબા પર પણ પોલીસ પોઇન્ટ ગોઠવાઇ રહ્યાં છે. અત્યારથી જ હાઇરાઇઝ બિલ્ડીગના રહીશોને ધાબા પર ન જવા સૂચના આપી દેવામાં આવી છે. દરમિયાન, હેલિકોપ્ટર થકી એર પેટ્રોલિંગ પણ શરૂ થઇ ચૂક્યુ છે. જયારે ટ્રમ્પનુ આગમન થશે ત્યારે વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટર પણ અમદાવાદ શહેરના આકાશમાં પેટ્રોલિંગ કરશે. આમ,ટ્રમ્પની સુરક્ષાને લઇને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રોડ શોના રૂટ પર 100થી વધુ ફાયર બ્રિગેડના જવાનો તૈનાત

ટ્રમ્પની મુલાકાતને પગલે મોટેરા સ્ટેડિયમમાં અદ્યતન ફાયર સિસ્ટમના સાધનો સાથે અલાયદો રૂમ તૈયાર કરાયો છે. એકાદ લાખ લોકો એકઠા થવાના છે. આ ઉપરાંત હજારો લોકો રોડ શોમાં એકત્ર થશે જેના પગલે રોડ શોના રૂટ પર આવતા તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ મોડ પર રખાયા છે. એટલું જ નહીં, 100થી વધુ ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત રાખવામાં આવશે. સાબરમતી નદીમાં ય બોટ સાથે ફાયર બ્રિગેડના જવાનો પેટ્રોલિંગ કરશે.

READ ALSO

Related posts

દેશમાં કોરોના બેકાબૂ : છેલ્લા 19 દિવસમાં વધુ નવા 10 લાખ કેસ સાથે કુલ સંક્રમણનો આંક 21 લાખને પાર, 43 હજારના થયા મોત

Karan

રાજ્યમાં 21 દિવસમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા પોઝીટીવ કેસ કરતાં ડિસ્ચાર્જ આંકમાં થયો વધારો

Karan

રાજયમાં વધુ 1101 નવા પોઝીટીવ સાથે કોરોના સંક્રમણનો આંક 70 હજાર, 14 હજારથી વધુ છે એક્ટિવ કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!