GSTV
Gujarat Government Advertisement

આ એક સ્માર્ટફોનની સાથે બીજો સ્માર્ટફોન લઇ જાવ FREE! જલ્દી કરો, ફરી નહી મળે આવી તક

સ્માર્ટફોન

Last Updated on June 23, 2020 by Arohi

પોતાના દમદાર ફોન માટે જાણીતી કંપની NOKIA પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ઑફર લઇને આવી છે. આ ઑફર અંતર્ગત કંપની એક સ્માર્ટફોન સાથે બીજો ફોન ફ્રી આપી રહી છે. Nokia 7.2 સાથે Nokia C1 બિલકુલ ફ્રી મળી રહ્યો છે. આ ઉપરાંત ગ્રાહકોને સ્માર્ટફોન કેસ પણ ફ્રી આપવામાં આવી રહ્યુ છે. સાથે જ આ ફોનને ખરીદનાર ગ્રાહકને એક હુડી પણ ફ્રી મળશે. જો કે આ ઑફર હાલ ફિલીપિંસના યુઝર્સ માટે છે. બની શકે છે કે આ ઑફર ભારતમાં પણ જલ્દી જ લાગુ થાય.

Nokia 7.2ના સ્પેસિફિકેશન્સ

નોકિયા 7.2માં 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર પર કામ કરે છે. આ ફોનમાં 6જીબી સુધીની રેમ આપવામાં આવી છે. તેમાં 3500 mAhની બેટરી પણ આપવામાં આવી છે. આ ફોનમાં 6જીબી સુધીની રેમ આપવામાં આવી છે. તેમાં 3500 mAhની બેટરી પણ આપવામાં આવી છે. આ ફોનમાં એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધીની સ્ટોરેજ વધારી શકાય છે.

કેમેરા

જો કેમેરાની વાત કરીએ તો નોકિયા 7.2માં 8 MP અને 5 MPનું સેન્સર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સેલ્ફી માટે તેમાં 20 MPનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનનો કેમેરા ફીચર શાનદાર છે.

Nokia C1ના સ્પેસિફિકેસન્સ

નોકિયા 7.2ના 6જીબી વેરિએન્ટ સાથે નોકિયા C1 ફ્રી મળશે. નોકિયા C1માં 5.45 ઇંચ FWCGA IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ ગો એડિશન પર કામ કરે છે. તેમાં 1.3 GHz ક્વોડ કોર પ્રોસેસર ઉપરાંત 1GB રેમ આપવામાં આવી છે. સાથે જ તેમાં 16 જીબીની મેમરી પણ આપવામાં આવી છે અને એસડી કાર્ડની મદદથી તેમાં 64 જીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

સાથે જ જો કેમેરાની વાત કરીએ તો ફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. ફોનમાં બંને કેમેરા સાથે ફ્લેશની પણ સુવિધા આપવામાં આવી છે. નોકિયાના આ ફોનમાં 2500 mAhની બેટરી આપવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!