GSTV
Home » News » પાર્ટનર સાથે ખુલ્લા આકાશ નીચે રહેવું હોય તો, બેસ્ટ ઓપ્શન છે ઊટીના આ ટ્રાન્સપરન્ટ કેમ્પ

પાર્ટનર સાથે ખુલ્લા આકાશ નીચે રહેવું હોય તો, બેસ્ટ ઓપ્શન છે ઊટીના આ ટ્રાન્સપરન્ટ કેમ્પ

શહેરની ભીડથી દૂર કુદરતી સૌંદર્ય અને શાંતિની વચ્ચે થોડો સમય વિતાવવા માટે કેંપિંગ બહુ સારો વિકલ્પ છે. આમ તો આપણા દેશમાં કેંપિંગ માટે ઘણી સારી-સારી જગ્યાઓ છે, પરંતુ ઊટીની આ કેંપસાઇટ બધાંથી હટકે છે. જંગલોની વચ્ચે પારદર્શક ફુગ્ગા જેઆ ટેન્ટમાં પાર્ટનર કે મિત્રો સાથે એક રાત પસાર કરવાનો અનુભવ ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

ઊટી આખી દુનિયામાં તેની સુંદરતા માટે પ્રચલિત છે. પરંતુ જો તમે અહીંનાં ઘનઘોર જંગલો અને સુંદરતાનો આહલાદક અનુભવ કરવા ઇચ્છતા હોય તો, આ માટે તમારે અહીં થોડો સમય પસાર કરવો પડશે. અહીંની ક્રેસ્ટ વેલી ખૂબજ જાણીતી છે.

જરા વિચારી જુઓ, ભાગ-દોડવાળી જિંદગીથી દૂર, થોડા સમય માટે ખુલ્લા આકાશ નીચે તારાઓના સાનિધ્યમાં સૂવાનો અનુભવ કેવો રહેશે? વિચારીને જ મનમાં એટલો રોમાંચ આવી જાય તો ખરેખર અનુભવ કેવો હશે? આ પારદર્શક ટેન્ટ ફુગ્ગા જેવા હોય છે. સુંદર પર્વતોની વચ્ચે અલગ-અલગ જગ્યાઓએ ટેન્ટ લગાવવામાં આવે છે, જેથી તમારી ગુપ્તતા પણ જળવાઇ રહેશે. અહીં આવતા લોકોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

આ પારદર્શક ટેન્ટમાં એક ડબલ બેડ, બે ખુરશી અને એક ટેબલ હોય છે. અહીં એક રાત પસાર કરવા માટે 4500 રૂપિયા ખર્ચ આપવાનો રહેશે. કેંપિંગ સિવાય પણ અહીં ઘણી સારી-સારી પ્રવૃતિઓનો લાભ લઈ શકાય છે. અહીં તમે ટ્રેકિંગ, હાઇકિંગ, સાઇકલિંગ અને તીરંદાજીની મજા પણ લૂંટી શકો છો.

જો તમે આ સુંદર જગ્યાનો અનુભવ લેવા ઇચ્છતા હોય તો સડક, રેલ કે હવાઇ માર્ગે ત્યાં જઈ શકો છો. સડક માર્ગે જવાનું વિચારતા હોય તો, ઊટીનું સૌથી નજીકનું સ્ટેશન કોયમ્બટૂર છે. ટ્રેન દ્વારા જવા ઇચ્છતા હોય તો કોયમ્બટૂર અને મેટ્ટૂપાલયમ નજીકનાં સ્ટેશન છે. હવાઇ સફર માટે નજીકનું એરપોર્ટ કોયમ્બટૂર છે.

Related posts

ત્રણ બેરોજગાર દોસ્તોએ શરૂ કર્યુ “મોદી પકોડા ભંડાર”, કરે છે લાખોની કમાણી

Mansi Patel

સાવ સસ્તા જીરું પાણીથી મળશે 10 અદભુત ફાયદા, દડા જેવા પેટને પણ કરશે સપાટ

NIsha Patel

જાણો શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવા પાછળ શું છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!