GSTV
Home » News » વેકેશનમાં વિદેશ ફરવા જવું છે? તો હવે ચિંતા છોડી દો, આ બેન્ક આપશે પૈસા… તમે બસ જલસા કરો

વેકેશનમાં વિદેશ ફરવા જવું છે? તો હવે ચિંતા છોડી દો, આ બેન્ક આપશે પૈસા… તમે બસ જલસા કરો

Things to Pack while Travelling

ઉનાળાના વેકેશનમાં, લગભગ બધા લોકો ફરવા જવાની યોજના ધરાવે છે, કેટલાક લોકોનું પ્લાનિંગ પૂર્ણ થાય છે અને કેટલાક લોકોને નાણાંના અભાવને કારણે પોતાના પ્લાનિંગને પડતું મુકવાનો વારો આવે છે.

જો તમે એવા લોકો પૈકીના એક છો જેઓ નાણાંના અભાવે ફરવા જઈ શકતા નથી. તો અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિષે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે સરળતાથી રૂપિયા મેળવીને ફરવા જઈ શકો છો અને ત્યારબાદ તેની ચૂકવણી EMI દ્વારા કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં મુસાફરી લોનની લોકપ્રિયતા વધી રહી છે. આ જ કારણ છે કે આજકાલ મુસાફરી લોન મેળવવાનું સરળ છે. મુસાફરી લોનની અરજી કોઈ સમસ્યા વિના ઓછા સમયમાં પ્રક્રિયા કરવામાં આવે છે.

તાજેતરમાં, ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ ઇન્ડિયા લેડ્સે રિપોર્ટ રિલિઝ કર્યો છે, જેમાં તે  સામે આવી છે કે, ભારતમાં ફરવા માટે યુવાનો સૌથી વધુ લોન લે છે. અહેવાલ મુજબ, ફરવાના હેતુ માટે લેવામાં આવેલી લોનમાં 55% નો વધારો થયો છે. ચાલો આપણે જાણીએ કે તમે સરળતાથી લોન કેવી રીતે લઈ શકો છો.

ICICI બેંક આપી રહી છે લોન

આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના હોલીડે લોન ગ્રાહકોને ડેસ્ટિનેશન પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. આ હેઠળ રૂ. 20 લાખ સુધીની લોન મેળવી શકાય છે. ઉપરાંત, તમારી પાસે આ લોન માટે કોઈ સુરક્ષા અથવા કોલેટરલની આવશ્યકતા નથી. તેની એપ્લિકેશન પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તેનો વ્યાજ દર 10.99 ટકા દર વર્ષથી શરૂ થાય છે.

પેટીએમમાંથી મેળવો લોન

paytm mall

તમે પેટીએમ (Paytm)માંથી મુસાફરી લોન લઈ શકો છો. અહીં ઇએમઆઈ પરનું વ્યાજ દર તમારા ક્રેડિટ કાર્ડ પર આધારિત છે જેની રેન્જ 13-17 ટકાની વચ્ચે હોય છે.

બજાજ પાસેથી રૂ .25 લાખ સુધીની લોન લઈ શકો છો

બજાજ ફિનસર્વિસ પર્સનલ લોન ગ્રાહક એકલા તેમજ પરિવાર સાથે દેશ અથવા વિદેશમાં હોલીડે પર જઈ શકો છો. આ લોન માટે મંજૂરી ફક્ત પાંચ મિનિટમાં ઉપલબ્ધ છે. તેમજ બજાજ ફિનસર્વિસ ગ્રાહકની ટિકિટ બુકિંગ અને હોટલ એકોમોડેશનનો પણ પોતે ધ્યાન રાખે છે. આ લોન માટેની મહત્તમ મર્યાદા રૂ. 25 લાખ છે. જ્યારે પ્રારંભિક વ્યાજ દર 12.99 ટકા છે.

એક્સિસ બેંકની ટ્રાવેલ લોન

એક્સિસ બેંકની લોન મર્યાદા રૂ. 50,000 થી રૂ. 15 લાખ સુધીની છે. તેનો વ્યાજ દર 15.5 થી 24 ટકા છે. એક્સિસ બેંકની હોલીડે લોન ઓફર એ માટે ખાસ છે કારણ કે બેંક તેમાં  ઈએમઆઈ બે મહિનાના પછી આપવાની પરવાનગી આપે છે. આ સમય દરમિયાન બેંક ફક્ત તમારી પાસે વ્યાજ લેશે. ગ્રાહકને ત્રીજા મહિનાથી ઇએમઆઈ ચૂકવવા પડે છે.

ટાટા કેપિટલની લોન

ટાટા કેપિટલ ફરવાના સ્થળની પસંદગી સાથે રૂપિયા 25 લાખ સુધીની લોન આપે છે. આ રકમ વપરાશકર્તાની વ્યક્તિગત લોન પાત્રતા પર નિર્ભર રહેશે. હાલમાં, તેની વ્યાજ દર 11.49 ટકા અને 21 ટકા વચ્ચે છે. આ લોનમાં કોઈ બાંયધરી આપનારની જરૂર નથી.

Read Also

Related posts

VIDEO : જૂનાગઢના ગિરનાર પર્વત આ નજારો જોઈ તમે વિદેશ જવાનું ભુલી જશો

Nilesh Jethva

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk

રાજકોટમાં પોલિસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, કાલથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલદારી વિશે ચર્ચા-વિચારણા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!