GSTV
Home » News » ફક્ત 3530 રૂપિયામાં iPhone X ઘરે લઇ જવાની તક, મર્યાદિત સમય માટે છે ઑફર

ફક્ત 3530 રૂપિયામાં iPhone X ઘરે લઇ જવાની તક, મર્યાદિત સમય માટે છે ઑફર

ઈ-કોમર્સ સાઇટ એમેઝોનના કવર પેજ પર iPhone Xના 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટને ઓછી કિંમતમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સિવાય પણ ઈએમઆઈ ઓપ્શન પરથી પણ ખરીદી શકાય છે. આ ઑફરનો ફાયદો ગ્રાહક ફક્ત આજે જ ઉઠાવી શકે છે. એવામાં આવો જાણીએ તેના ફીચર્સ અને ઑફર્સ અંગે.

iPhone Xના 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 91,900 રૂપિયા છે. પરંતુ ડિલ ઑફ ડે હેઠળ ફક્ત 74,999 રૂપિયામાં ખરીદી શકાય છે. સાથે જ ગ્રાહક તેને નો કૉસ્ટ ઈએમઆઈની સાથે 3530 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ખરીદી શકાય છે. સાઇટ પર આ આઇફોનની સ્પેસ ગ્રે ઑપ્શનને લિસ્ટ કરવામાં આવ્યો છે.

iPhone X સ્પેસિફિકેશન અને કેમેરા

iPhone Xમાં 5.8 ઈંચની બેજલ વગરની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન (1125*2436 પિક્સલ) છે. જેના બે સ્ટોરેજ વેરિએન્ટ 64 જીબી અને 256 જીબીમાં તૈયાર છે. ફોટોગ્રાફી માટે તેમાં 12 મેગાપિક્સલના બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પહેલાવાળો અપર્ચર f/1.8 છે અને બીજાનો f/2.4 છે. આ સાથે જ સેલ્ફી માટે 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. iPhone Xમાં કોઈ હોમ બટન નથી. તેમાં સ્ક્રીન પર નીચેથી ઉપરની તરફ અને સ્વાઇપ કરીને હોમ પેજ પર જઇ શકો છો.

READ ALSO

Related posts

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur

બ્રિટિશ ઓઈલ ટેન્કર પર ઈરાનનો કબજો, 18 ભારતીય સહિત 23 ક્રૂ મેમ્બરને છોડાવવા પ્રયાસ ચાલુ

Mayur

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!