GSTV

માત્ર 499 રૂપિયામાં ખરીદી શકો છો Google Home Min, જાણો કેવી રીતે ઉઠાવશો આ ઑફરનો લાભ…

Last Updated on February 21, 2021 by Mansi Patel

Google Home Mini at Rs 499 : ગુગલે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ સાથે મળીને ગુગલ હોમ મિનિ પર મોટી ઓફર રજુ કરી છે. આ ખાસ ઓફર હેઠળ તે ગુગલ હોમ મિનિ ડિવાઈસને માત્ર 499 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઓફર 25 ફેબ્રુઆરી સુઘી જ વેલિડ છે. જણાવી દઈએ કે, ગુગલ હોમ મિનિ ડિવાઈસની કીંમત સામાન્ય રીતે 2,499 રૂપિયા છે. પરંતુ આ ઓફર હેઠળ ગુગલ રોજ 500 કૂપન જીતવાની તક આપી રહી છે. જેની મદદથી 2000 રૂપિયાની છૂટ સાથે ગુગલ હોમ મિનિ ડિવાઈસ તમારુ થઈ શકે છે.

Google Home સ્માર્ટ સ્પીકર શું છે?

Googleએ પોતાના સ્માર્ટ સ્પીકર Google Homeને 2016માં લોંચ કરાયુ હતુ. જયાં Amazon ના Echo સીરીઝના સ્પીકર એલેક્સા વોયસ અસિસ્ટન્ટ સાથે આવે છે. તો ગુગલ હોમમાં ગુગલ અસિસ્ટન્ટથી મદદ મળશે. જો તમે Google Home ખરીદો છો તો તમે પોતાના ડિવાઈસથી ઈન્ટરેકટ કરી શકશો.

google

Google હોમ મિનિ માટે કેવી રીતે જીતી શકો છો કૂપન

ગૂગલ હોમ મિની કૂપન જીતવા માટે તમારે ગૂગલ સહાયક પર એક રમત રમવા પડશે. આ કરવા માટે, તમારે તમારા સ્માર્ટફોન પર ગૂગલ સહાયક ખોલવુ પડશે. પછી ‘ઓકે ગૂગલ, ગૂગલ હોમ મિની ગેમ રમો’ કહો. પછી ગૂગલ તમને રમત વિશે કહેશે અને તમને કેટલીક સરળ ક્રિયાઓ (ટાસ્ક) આપશે. કાર્યો એવા હશે જેમ કે- ‘ગૂગલ આવતી કાલે હવામાન કેવુ રહેશે’, ‘ગૂગલે એક અલાર્મ સેટ કરો’, ‘ગૂગલ સેલ્ફી લો’, ‘ગૂગલ યુટ્યુબ વીડિયો પ્લે કરો’.

કૂપન જીતીને ફ્લિપકાર્ટ પર જાઓ

તમે જેવા જ તમામ ટાસ્કને પુરા કરો છો તો તમારે ફરી બીજા સ્ટેજ પર જવુ પડશે. ત્યારબાદ તમારે ગુગલ પાસેથી કૂપન જીતી ગયો છો તેવો મેસેજ મળશે. જયાં તમને કૂપનને કેશ કરાવતા સમયે પોતાના ફ્લિપકાર્ટ અકાઉન્ટની જાણકારી આપવી પડશે. ફ્લિપકાર્ટ એપ ખોલ્યા બાદ જો તે ગુગલ હોમ મિનિ પેઈઝ પર જાઓ છો તો તમે માત્ર 499 રૂપિયામાં ખરીદી કરી શકે છો.

READ ALSO

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!