GSTV

PM Kisan: નોકરીયાતોની જેમ ખેડૂતોને પણ મળે છે પેંશન, લાભ લેવા ફટાફટ કરાવો રજિસ્ટ્રેશન, અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસ

કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેનો સીધો ફાયદો દેશના કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. આ યોજનાઓમાંથી એક છે સરકારની પીએમ કિસાન માનધન યોજના. આ યોજનાથી સરકારી નોકરી કરનાર લોકોની જેમ જ ખેડૂતોને પણ દર મહીને પેંશન મળે છે. પીએમ કિસાન માનધાન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ પેંશનની જોગવાઈ છે. આ યોજનામાં 18 વર્ષછી 40 વર્ષ સુધીની ઉંમરના કોઈપણ ખેડૂત ભાગ લઈ શકે છે. આ પેંશન કોષની જોગવાઈ ભારતીય જીવન વીમા નિગમ (LIC) કરી રહ્યું છે.

દર મહીને મળે છે 3 હજાર રૂપિયાનું પેંશન

આ યોજનામાં ઉંમરના હિસાબથી માસિક યોગદાન કરવા પર 60ની ઉંમર બાદ 3 હજાર રૂપિયા મહિને અથવા 36 હજાર રૂપિયા વર્ષના પેંશન મળે છે. તે માટે યોગદાન 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી મહિને છે. અત્યાર સુધી આ સ્કીમથી 21 લાખથી વધારે ખેડૂત જોડાઈ ચૂક્યા છે. જાણો છો કે, આ યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવી શકશો.

6

જાણો શું છે આ યોજના

કિસાન પેંશન યોજનામાં 18 થી 40 વર્ષ સુધીની ઉંમરવાળા ખેડૂત ભાગ લઈ શકે છે. જેમની પાસે ખેતી માટે મહત્તમ 2 હેક્ટર સુધી જમીન છે. આ યોજનાઓની હેઠળ લઘુતમ 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધી લગભગ 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક યોગદાન કરવાનું હોય છે. આ યોજના અંતર્ગત જેટલુ યોગદાન ખેડૂતોનું હોય છે, તેમની જ બરાબર યોગદાન સરકાર પણ કરશે. એટલે જો પીએમ કિસાન એકાઉન્ટમાં તમારુ યોગદાન 55 રૂપિયા છે તો સરકાર પણ 55 રૂપિયાનું યોગદાન તમારા ખાતામાં કરશે.

આ રીતે કરાવો ફ્રી રજિસ્ટ્રેશન

તે માટે ખેડૂતોને નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તે માટે ખેડૂતોનું આધાર કાર્ડ અને ખસરા ખતિયાનની નકલ લઈ જવી પડશે. તે સાથે જ ખેડૂતના 2 પાસપોર્ટ સાઈઝ ફોટો અને બેન્કની પાસબુકની પણ જરૂરીયાત પડશે. રજિસ્ટ્રેશન દરમિયાન ખેડૂતોને પેંશન યૂનિક નંબર અને પેંશન કાર્ડ બનાવી દેવામાં આવશે. તે માટે અલગથી કોઈ ફી લાગશે નહી.

ખેડૂતો

આટલા રૂપિયાથી કરી શકો છો શરુ

યોગદાન ખેડૂતોની ઉંમર પર નિર્ભર કરે છે. દાખલા તરીકે જો 18 વર્ષની ઉંમરમાં જોડાવ છો તો માસિક યોગદાન 55 રૂપિયા અને વર્શનું યોગદાન 660 રૂપિયા કરવાનું રહેશે. તો જો 40 વર્ષની ઉંમરમાં જોડાવ છો તો 200 રૂપિયા મહીને અને 2400 રૂપિયા વર્ષનું યોગદાન કરવાનું રહેશે.

જો વચ્ચે બંધ કરવા માગો છો સ્કીમ

જો કોઈ ખેડૂત વચ્ચે સ્કીમ છોડવા માગે છો તો તેના પૈસા ડૂબશે નહી. તેની સ્કીમ છોડવા સુધી જે પૈસા જમા કર્યા હશે તેના પર બેન્કના સેવિંગ એકાઉન્ટની બરાબર વ્યાજ મળશે. જો પોલિસી હોલ્ડર ખેડૂતોની મોત થઈ ગઈ, તો તેની પત્નીને 50 ટકા રકમ મળતી રહેશે.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!