GSTV

રાશન કાર્ડ નથી? ચિંતા ન કરો તો પણ મળશે મફત રાશન, અપનાવો આ રીત

રાશન કાર્ડ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે (Modi Government) કોરોના મહામારી (Corona Epidemic) ને જોતા પ્રવાસી મજૂરો (Migrant labour) અને ગરીબો માટે ત્રણ મહિના રહેલા જ મફત અનાજ યોજનાને (Free Ration Scheme) વધુ નંબર સુધી વધારી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તે સમયે પણ કહ્યું હતું કે જે લોકોની પાસે રાશન કાર્ડ નથી. તેમ છતા આ લોકોને 5 કિલો મફત ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ આપવામાં આવશે. ગયા ત્રણ મહિનાથી કેન્દ્ર સરકારના આદેશ પર રાજ્ય સરકાર જેમની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ રાશન આપી રહી છે. એવામાં જે લોકોની પાસે રાશન કાર્ડ અત્યાર સુધી નથી બન્યુ તે પણ આ યોજનાનો લાભ નવેમ્બર મહિના સુધી ઉઠાવી શકે છે.

રાશન કાર્ડ

વગર રાશન કાર્ડે પણ આવા લોકોને મળશે રાશન

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પાર્ટ-2 (Pradhan Mantri Garib Kalyan Yojna Part-2) હેઠળ આ યોજનાનું એલાન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી 30 જુન 2020એ રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં દેશની હાલની સ્થિતિઓ અને આગામી મહિનામાં દેશમાં થતા તહેવારોને જોતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના (PMGKAY)ના આગામી 5 મહિના એટલે કે નવેમ્બર 2020 સુધી વિસ્તાર કર્યો હતો. તે હેઠળ દેશના 80 કરોડથી વધુ NFSA લાભાર્થીઓને તેમની માસિક યોગ્યતા ઉપરાંત પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં અથવા ચોખા દરેક પરિવારને 1 કિલો ચણા આપવામાં આવે છે.

નવેમ્બર સુધી વગર રાશન કાર્ડે પણ મળશે રાશન

કેન્દ્રીય ખાધ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યા અનુસાર, ‘જો કોઈની પાસે રાશન કાર્ડ નથી તો તે તેને પોતાનું આધાર લઈ જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જ્યાર બાદ તેમને એક સ્લિપ આપવામાં આવશે. તે સ્લિપને જોયા બાદ તેમને મફત અનાજ મળશે. તેના માટે રાજ્ય સરકારોની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગરીબ મજૂરોને મફતમાં રાશનનો લાભ સુનિશ્ચિત કરાવો.’

રાશન કાર્ડ

પીએમ મોદીએ કરી હતી જાહેરાત

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યા બાદથી જ આવા લાભાર્થી જેમની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ ફ્રી રાશન આપવાની ઘોષણા કરી હતી. દિલ્હી સહિત ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશનું પાલન કરતા મફતમાં રાશન આપી રહી છે. આ યોજના પહેલા ત્રણ મહિનાઓ માટે લાગુ કરવામાં આવી હતી પરંતુ 30 જૂને પીએમ મોદીએ દેશના નામે સંબોધનમાં આ યોજનાને નવેમ્બર સુધી વધારી દીધી છે. પીએમએ જણાવ્યું કે આ યોજનાને નવેમ્બર સુધી લાગુ કરવામાં 90 હજાર રૂપિયાથી વધારેનો ખર્ચ થશે. જ્યારથી આ યોજના શરૂ થઈ છે ત્યારથી નવેમ્બર સુધી તેમાં ડોઢ લાખ કરોડ સુધીનો ખર્ચ આવશે.

Read Also

Related posts

સુશાંત કેસમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પ્રથમવાર ખૂલીને બોલ્યા, ભાજપને આપ્યો આ પડકાર

Bansari

નવી જાહેરાત નિયમન લાવવાની તૈયારીમાં IRDA , રેગુલેશનમાં ફેરફારનો આપ્યો પ્રસ્તાવ

Ankita Trada

આમ આદમી માટે રાહતના સમાચાર/ 10 રૂપિયે કિલો સુધી સસ્તી થઇ ડુંગળી, ચેક કરી લો આજનો 1 કિલોનો ભાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!