GSTV

કામના સમાચાર/ સરકારની આ યોજનામાં તમને મળશે મફતમાં ગેસ સિલિન્ડર, જલ્દી કરો અંતિમ તારીખ છે 30 સપ્ટેમ્બર

આમ તો જનતા માટે કેટલીય યોજનાઓ અમલમાં છે. આ તમામ યોજનામાં એક એવી પણ યોજના છે, જેમાં ગરીબ પરિવારો માટે અતિ લાભદાયી છે. જેનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને મફતમાં ગેસ સિલિન્ડર આપવાનો છે. જેનું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. પણ આ યોજના 30 સપ્ટેમ્બરના રોજ ખતમ થઈ રહી છે. મોદી સરકારે લોકડાઉનના કારણએ ગરીબોને મદદ કરવા માટે આ યોજના એપ્રિલથી સપ્ટેમ્બર સુધી વધારી દીધી હતી. એટલે કે, આવતા મહિનાથી આપ આ યોજનાનો લાભ લઈ શકશો નહીં.

આવી રીતે કરો અરજી

સૌથી પહેલા આપ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સત્તાવાર વેસબાઈટ પર જાવ. જ્યાં આપની સામે એક હોમ પેજ ખુલશે,જ્યાં તમારે ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તેમાં આપેલી તમામ જાણકારી ભરો. જેમાં નામ, તારીખ, સ્થાન, વગેરે….આ તમામ જાણકારી ભર્યા બાદ આપ તેને એલપીજી કેન્દ્ર પર જમા કરાવો. આ સાથે તમારે અમુક દસ્તાવેજો પણ આપવાના રહેશે. જે નીચે મુજબ છે.

જરૂરી દસ્તાવેજો સાથે રાખો

બીપીએલ રાશનકાર્ડ, આધાર કાર્ડ, પાસોપર્ટ સાઈઝનો ફોટો, જનધન ખાતાની પાસબુક, ખાતા નંબર, આધાર કાર્ડ નંબર આ દસ્તાવેજો સાથે રાખવા કામમાં આવશે.

આ લોકોને મળશે લાભ

અરજી કરનારી મહિલાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. અરજી કરનારા પાસે ગ્રામિણ નિવાસ બીપીએલ કાર્ડ હોવું જરૂરી છે. આના માટે રકમ મેળવવા મહિલા સાથે દેશભરની કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતુ હોવું જરૂરી છે.

READ ALSO

Related posts

મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચરનો લાભ

Mansi Patel

PUBG Mobileના ફેન્સને લાગશે મોટો ઝટકો, આજથી ભારતમાં નહી રમી શકો આ ગેમ: કંપનીએ કર્યો આ ખુલાસો

Bansari

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!