GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ધાંસૂ ઑફર: Freeમાં તમારો થઇ જશે 38000નો આ સ્માર્ટફોન, સાથે 9000નું કેશબેક પણ

સ્માર્ટફોન

દક્ષિણ કોરિયાની કંપની Samsungએ ભારતમાં પોતાના Internet of things પ્રોડક્ટની રેંજને વધારતા SpaceMax Family Hub Refrigerator લૉન્ચ કર્યુ છે. 2,19,900 રૂપિયાની કિંમતના આ ફ્રીજને હાલ 1,96,990 રૂપિયાની સ્પેશિયલ પ્રાઇસ પર ખરીદી શકાશે. અનેક શાનદાર ફીચર્સ ધરાવતા આ રેફ્રીજરેટરને ખરીદવા પર કંપની 37,999 રૂપિયાનો Samsung Galaxy Note 10 Lite સ્માર્ટફોન ફ્રીમાં આપી રહી છે. આ ઉપરાંત રેફ્રીજરેટરને 13થી 26 જુલાઇની વચ્ચે પ્રી-બુક કરનાર યુઝર્સને 9 હજાર રૂપિયાનું કેશબેક પણ મળશે.

Samsung SpaceMax Family Hub Refrigeratorના સ્પેસિફિકેશન્સ

પ્રિમીયમ બ્લેક મેટ ફિનિશ વાળુ આ રેફ્રિજરેટર 657 લીટરની સ્ટોરેડ કેપેસિટી સાથે આવે છે. તે ઘરમાં પહેલા અન્ય સ્માર્ટ હોમ અપ્લાયન્સીસને કનેક્ટ કરે છે. તેના હોમ કંટ્રોલ અને ફેમીલી હબ સ્ક્રીન ફીચર સાથે ગ્રાહક કનેક્ટેડ અપ્લાયન્સીસને કંટ્રોલ અને મોનિટર કરી શકે છે. રેફ્રીજરેટરની એક અન્ય ખાસ વાત છે કે તેના ફૂડ મેનેજમેન્ટ ફીચરની મદદથી ફ્રીજનો દરવાજો ખોલ્યા વિના ગમે ત્યારે અને અંદર ગમે ત્યાં મુકેલી વસ્તુને ચેક કરી શકાય છે.

રેફ્રીજરેટરમાં 21.5 ઇંચની ફુલ એચડી ટચસ્ક્રીન આપવામાં આવી છે. તે 15 વૉટના સ્પીકર્સ સાથે આવે છે. યુઝર તેમાં પોતાના સ્માર્ટફોન અથવા ટીવીની સ્ક્રીનને મિરર કરી શકે છે. ફેમિલી હબ સ્ક્રીન પર તેને મિરર કરવા માટે હોમ એન્ટરટેનમેંટ ફીચરનો ઉપયોગ કરવાનો રહેશે. રેફ્રીજરેટરના ફેમીલી કનેક્શન ફીચરની મદદથી પિક્ચર શેર કરવાની સાથે જ ટેક્સ્ટ મેસેજ પણ મોકલી શકાય છે. રેફ્રીજરેટરમાં તમને બ્લૂટૂથ અને Bixby વોઇસ આસિસ્ટન્ટનો સપોર્ટ પણ મળશે.

ફ્રીજમાં ખાસ ઓલરાઉંડ કૂલિંગ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેની ડિજિટલ ઇન્વર્ટર ટેક્નોલોજી 50 ટકા સુધી વીજળીની બચત કરે છે. ફ્રીમાં વાસ ન આવે તેના માટે ખાસ ડિઓડરાઇઝિંગ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે બિલ્ટ-ઇન કાર્બન ફિલ્ટરની મદદથી સતત હવાને પાસ કરે છે. રેફ્રીજરેટરના ફીચર્સને કંટ્રોલ કરવા માટે સેમસંગના સ્માર્ટ થિંગ્સ એપનો ઉપયોગ કરી શકાય છે.

Read Also

Related posts

કોરોનાનો એક કેસ આઇપીએલને બરબાદ કરી નાખશે, પંજાબની ટીમના માલિકે સલાહ આપી

Mansi Patel

આ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે મારી બાજી

Nilesh Jethva

રિયાએ પાંચ દિવસમાં સુશાંતને 25 કોલ કર્યા, એક્ટરે પરિવારની મદદ માગી હતી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!