GSTV

દેશમાં આ જગ્યાઓ પર કરોં પસંદીદા ડેસ્ટીનેશન વેડિંગ, લાઈફટાઈમ નહી ભૂલી શકો યાદગાર ક્ષણ

fir

આજકલ સમુદ્રી બીચ, ઝરણા, પહાડ અને સાંસ્કૃતિક ધરોહરવાળી જગ્યા પર જઈને લગ્ન કરવાનું ચલણ ખૂબ જ વધી ગયુ છે. તમારે પણ લગ્ન કરવા માટે બીજી જગ્યાએ જવાનું છે. તો તમારા માટે આ પાંચ બેસ્ટ ડેસ્ટીનેશન જણાવવામાં આવ્યા છે.

ઉદયપુર

સરોવરની નગરી ઉદયપુર ભારતીયોની નહી, પરંતુ વિદેશીઓની પણ પ્રથમ પસંદ છે. ભારતમાં વેડિંગ ડેસ્ટિનેશનની યાદીમાં ઉદયપુરનું નામ સૌ પ્રથમ આવે છે. તમારા મેહમાન લગ્ન સિવાય ઉદયપુરના સરોવર અને પહાડોનો આનંદ લઈ શકે છે. તે સિવાય ત્યાં સિટી પેલેસ લગ્ન માટે બેસ્ટ છે. પીછોલા ઝીલની વચ્ચેમાં અને કિનારોં પર ઘણી હોટલ છે જ્યાં વર્ષમાં ઘણા લગ્ન હોય છે.

જયપુર

જોકે, જયપૂરમાં સરોવર અને નદીઓ તો નથી, પરંતુ પ્રાચીન કિલ્લાઓનું શહેર તેને કહી શકીએ. તે સિવાય જૂના સમયની મોટી હવેલીઓ પણ આ શહેરમાં ઘણી છે. જયપૂરમાં લોક કલાકાર, મેંહદી બનાવનાર અને પારંપરિક વેશભૂષા વગેરેનું ચલણ લગ્ન દરમિયાન જોવા મળે છે. જયપૂરમાં પારંપરિક રૂપથી લગ્ન કરતા તમને રાજા રાણી જેવી ફીલ આવી શકે છે.

ગોવા

સમુદ્રોનું શહેર ગોવામાં જો તમે લગ્ન કરવાનું મન બનાવ્યુ છે તો, ત્યાં પાર્ક હયાત સૌથી બેસ્ટ જગ્યા છે. ડૂબતા સૂર્યની રોશનીમાં સાત ફેરા લેવાનો નજાર કંઈર અલગ જ હોય છે. જંગલનું લેન્ડસ્કેપ અને એલિગેંટ બોટ હાઉસ જેવી ઘણી વસ્તુનો આનંદ તમારા મેહમાન અહીંયા ઉઠાવી શકે છે. અહીંયા લગ્ન કરવાનો નિર્ણય બેસ્ટ છે. સમુદ્રની પાસે ઘણા રિસોર્ટ્સ અને હોટલ લગ્ન માટે શાનદાર છે.

કેરલ

પ્રાકૃતિક સુંદરતા અને લગ્નમાં ચાર ચાંદ લાગી જાય છે, તેથી કેરલ લગ્ન માટે એકદમ સાચી જગ્યા છે. ઘણા રિસોર્ટ્સ કેરલમાં એવા છે. જેમની પાસે આખો વેડિંગ પ્લાન હોય છે અને અલગ-અલગ પ્રકારની લગ્નની રીત પણ આપવામાં આવે છે. દુલ્હાના કપડાથી લઈને સવારી કરવા સુધીની વસ્તુ અલગ રીતથી હોય છે. પારંપરિક ભોજન અને સંગીતની સાથે કેરલમાં વેડિંગ શ્રેષ્ઠ આઈડિયા હોઈ શકે છે.

અંદમાન અને નિકોબાર દ્વીપ

સમુદ્રની વચ્ચે આ નાના એવા દ્વીપની સુંદરતા એટલી શાનદાર છે કે, સજાવટ પણ ફીકી નજર આવવા લાગે છે. અહીં રોસ આઈલેન્ડ અથવા હેવલોક સૌથી વધારે પસંદ કરવામાં આવનાર સ્થાન છે. અંદમાન એન્ડ નિકોબાર દ્વીપ સમુહની ગ્રીનરી તમારુ મન મોહી લેશે અને લગ્નની ફોટોગ્રાફી પણ ઘણી ઉમદા લાગશે.

READ ALSO

Related posts

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ઈરાનના ટોપ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા, હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાની શંકા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!