GSTV
Home » News » આ 5 બેન્કોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, લોન લેવી થઈ જશે સસ્તી

આ 5 બેન્કોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, લોન લેવી થઈ જશે સસ્તી

પ્રાઇવેટ ક્ષેત્રમાં સૌથી મોટી બેન્ક એચડીએફસી અને દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) બાદ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા અને યૂકો બેન્કે પણ માર્જિનલ કૉસ્ટ ઑફ લેંડિંગ રેટ (એમસીએલઆર) માં ઘટાડો કર્યો છે. આ રીતે ડિસેમ્બારમાં પાંચ બેન્કોએ ગ્રાહકોને ભેટ આપી છે, કારણકે એમસીએલઆરમાં ઘટાડાથી ગ્રાહકોને સસ્તામાં લોન મળશે.

બેન્ક ઓફ બરોડાએ ઘટાડ્યો આટલો એમસીએલઆર
બેન્ક ઓફ બરોડાના એમસીએલાઅરમાં 20 આધાર અંક એટલે કે, 2.20 ટકાનો બદલાવ કર્યો છે. નવા વ્યાજદરો 12 ડિસેમ્બરથી લાગૂ થશે. બેન્ક ઓફ બરોડાએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, તેમણે તેમના એક વર્ષની અવધીવાળા એમસીએલાઅરમાં 2.5 ટકાનો ઘટાડો કરી 8.25 કરી દીધું છે, જેની સાથે બધી લોન સંકળાયેલ છે, બેન્કે તેમની ઓવરનાઇટ અને એક મહિનાનો દર 20 આધાર અંક ઘટાડી 7.65 ટકા કરી દીધો છે, બેન્ક ઓફ બરોડાએ ત્રણ મહિના અને છ મહિનાનો એમસીએલઆર 10 આધાર અંક ઘટાડી ક્રમશ: 7.80 ટકા અને 8.10 ટકા કરી દીધો છે.

યૂકો બેન્કે 10 આધાર અંક ઘટાડ્યો એમસીએલઆર
યૂકો બેન્કે પોતાની બધી જ અવધીવાળા એમસીએલઆરમાં 10 આધાર અંક સુધી ઘટાડો કર્યો છે, આ સાથે જ બેન્કની એક વર્ષની અવધીવાળા એમસીએલઆર 8.40 ટકાથી ઘટાડી 8.30 ટકા થઈ ગયો છે. આ સિવાય ઓવરનાઇટ, એક મહિના, ત્રણ મહિના અને છ મહિનાની અવધિવાળા એમસીએલઆરમાં 10 આધાર અંકો સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર મંગળવારથી લાગૂ થશે.

બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ આપી ગ્રાહકોને ભેટ
આ સિવાય બેન્ક ઓફ ઈન્ડિયાએ એક દિવસની લોક પર લાગતા વ્યાજમાં 2.20 ટકનઓ ઘટાડો કર્યો છે આ રીતે આ દર 7.75 ટકા થઈ ગયો છે, અન્ય અવધિની લોન પર બેન્કના વ્યાક દરમાં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ રીતે બેન્ક એલ વર્ષની લોન પર 8.2 ટકા વ્યાજ લાગશે. જે પહેલાં 8.3 ટકા હતું. નવા વ્યાજદર તત્કાલીક અસરથી લાગૂ કરી દેવામાં આવ્યા છે.

એચડીએફસીએ આટલો ઘટાડ્યો એમસીએલઆર
આ પહેલાં એચડીએફસીએ એમસીએલઆરમાં 15 બીપીએસ સુધીનો ઘટાડો કર્યો હતો. નવા દરો સાત ડિસેમ્બર 2019 માં લાગૂ થઈ ગયા છે. ઘટાડા બાદ છ મહિનાનો એમસીએલઆર હવે આઠ ટકા થઈ ગયો છે. જેમાં 10 બીપીએસનો ઘટાડો કરવામાં આવ્યો છે, પહેલાં દર 8.10 ટકા હતો. એક વર્ષના એમસીએલઆરમાં 15 બીપીએસનો ઘટાડો થયો છે. નવા દર 8.15 ટકા છે. પહેલાં આ 8.30 ટકા હતા. આ સાથે જ બે વર્ષ અને ત્રણ વર્ષના એમસીએલઆરમાં પણ 15 બીપીએસનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના પછી ક્રમશ: 8.25 અને 8.35 ટકા થઈ ગયો છે.

એસબીઆઈએ પણ આપી ભેટ
એસબીઆઈએ એક વર્ષના એમસીએલઆરમાં 10 બીપીએસનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ દર આઠ ટકાથી ઘટીણે 7.90 ટકા થઈ ગયો છે. નવા દરો 10 ડિસેમ્બર 2019 થી લાગૂ થઈ ગયા છે. જેનાથી ગ્રાહકોને સસ્તી લોન મળશે, આ પહેલાં નવેમ્બર મહિનામાં પણ એસબીઆઈએ એમસીએલઆરમાં બદલાવ કર્યો હતો. તે સમયે એસબીઆઈએ એક વર્ષના એમસીએલઆરમાં 5 બીપીએસનો ઘટાડો કર્યો હતો.

આશ્ચર્યજનક છે દરોમાં ઘટાડો
દરોમાં ઘટાડો એ માટે આશ્ચર્યજન છે કે, તાજેતરમાં જ દ્વિમાસિલ મૌદ્રિક નીતિ સમીક્ષામાં આરબીઆઈએ પોતાના મુખ્ય નીતિગત દરોમાં કોઇ બદલાવ કર્યો નથી. જોકે ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, વ્યાજ દરોમાં ઘટાડાની હજી આશા છે.

Related posts

ન્યૂઝીલેન્ડે જ તોડ્યું હતું ભારતનું વર્લ્ડકપ 2019 જીતવાનું સપનું, હવે વિરાટ કોહલીએ કહ્યું કઈંક આવું

NIsha Patel

‘Street Dancer 3D’ Movie Review: ડાન્સ લવર્સ માટે ટ્રીટ પરંતુ…ટિકિટ બુક કરતાં પહેલાં વાંચી લો રિવ્યુ

Bansari

મધુભાઈ શ્રીવાસ્તવ નારાજ થતાં જાણો મંત્રી કૌશિકભાઈએ શું કર્યો ખુલાસો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!