GSTV

મોટા સમાચાર / લોકડાઉન દરમયાન નથી મીસ કર્યો એક પણ EMI તો બેંક આપશે કૈશબેક, જાણો તમને થશે કેટલો ફાયદો

બેન્ક

લોન મોરાટોરિયમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જો તમે લોકડાઉન દરમયાન મોરાટોરિયમનો લાભ નથી ઉઠાવ્યો અને દરેક હપ્તાની ચૂકવણી કરી છે તો બેંક તમને કેશબેક મળી શકે છે. કેન્દ્ર સરકારે શુક્રવારે લોન મોરાટોરિયમ દરમયાન વ્યાજ ઉપર વ્યાજને લઈને પોતાના નિર્ણયની તમામ જાણકારી આપી હતી. આ દરમયાન આ વાતો કહેવામાં આવી હતી.

1 માર્ચથી 31 ઓગષ્ટ સુધી મોરાટોરિયમ

25 માર્ચથી લોકડાઉનની જાહેરાત થઈ હતી. લોન મોરાટોરિયમની જાહેરાત 1 માર્ચથી 31 ઓગષ્ટ સુધી લાગુ કરવામાં આવી છે. આ દરમયાન લોનધારકોને ઈએમઆઈ ચુકવવામાંથી રાહત આપવામાં આવી છે. બાદમાં મોરાટોરિયમ પીરિયડ દરમયાન વ્યાજ ઉપર વ્યાજનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સરકારે લોનધારકો ઉપર વ્યાજ ઉપર વ્યાજ નહીં ભરવું પડે તેમ કહ્યું હતું. તેનાથી સરકારી તીજોરી ઉપર આશરે 7 હજાર કરોડ રૂપિયાની અસર થશે.

6 મહિનાના સિંપલ ઈન્ટ્રેસ્ટ ડિફરેંસનો મળશે લાભ

તેવામાં સવાલ થઈ રહ્યો છે કે જે લોનધારકોએ લોકડાઉન જેવી પરિસ્થિતિઓમાં પણ હપ્તાની ચૂકવણી કરી છે. તેની સાથે એક પ્રકારનો અન્યાય થશે. તેવામાં શુક્રવારે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, જો કોઈ લોનધારકે મોરાટોરિયમનો લાભ નથી ઉઠાવ્યો અને હપ્તાની ચૂકવણી સમય ઉપર કરી છે તો તેને બેંક તરફથી કેશબેક મળશે. આ સ્કીમ હેઠળ આવા લોનધારકોને 6 મહીનાના સિંપલ લોન ઈન્ટ્રેસ્ટ ડિફરન્સનો લાભ મળશે.

2 કરોડ સુધીની લોન ઉપર મળી હતી છૂટ

સરકારે પાછલા દિવસોમાં 2 કરોડ સુધીની લોન લેનારા લોકોને મોરાટોરિયમ દરમયાન વ્યાજ ઉપર વ્યાજ માફીની જાહેરાત કરી હતી. સરકારે સુપ્રિમ કોર્ટમાં એક એફિડેવીટ દાખલ કરીને કહ્યું હતું કે, એમએસએમઈ લોન, એજ્યુકેશન, હાઉસિંગ, કન્ઝ્યુમર, ઓટો, ક્રેડિટ કાર્ડની લેણા અને ઉપભોગ લોન ઉપર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે 6 મહિનાના લોન મોરાટોરિયમ સમયમાં બે કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજ ઉપર વ્યાજની છુટ આપશે.

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!