GSTV

ખેડૂતો માટે ખુશખબરી! હવે ખાદ ખરીદવા પર મળશે દુર્ઘટના વીમા કવર, કંપની ભરશે પ્રીમિયમ

ફર્ટિલાઈઝર વેચનારી સહકારિતા સંસ્થા ઈફકો એટલે ઈંડિયાન ફાર્મસ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ ખેડૂતોને દુર્ઘટના વીમા સ્કીમ લઈને આવી છે. IFFCO ખાદના દર કપાયેલ વીમા કવરેજ આપી રહી છે. જેમાં ફર્ટિલાઈઝરના પ્રત્યેક કટ્ટા પર 4 હજાર રૂપિયાનો વીમો મળશે. કિસાન મહત્તમ 25 કટ્ટો ખરીદી 1 લાખ રૂપિયાનો વીમો લઈ શકે છે. કંપનીની આ સ્કીમનું નામ ‘ખાદ તો ખાદ વીમા પણ સાથ’ છે. આ ઈન્શ્યોરેન્સ પ્રીમિયમનું આખી ચૂકવણી IFFCO દ્વારા કરવામાં આવે છે. તે સાથે જ વીમા કવરેજ વિશે ખેડૂતોને જાગૃત પણ કરી શકાય છે.

આ પ્રકારે મળે છે ખાદ પર વીમો

ગાજિયાબાદ અને ગૌતમબુદ્ધ નગર જિલ્લાના મુખ્ય ક્ષેત્ર પ્રબંધન બૃજવીર સિંહે જણાવ્યું છે કે, ઉર્વરકના એક કટ્ટા પર 4 હજાર રૂપિયાનું ઈન્શ્યોરન્સ મળે છે. એક ખેડૂતને મહત્તમ 25 કટ્ટા પર એટલે 1 લાખ રૂપિયાનો વીમા કવરેજ મળે છે. આ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની આખી ચૂકવણી IFFCO દ્વારા કરવામાં આવે છે.

1 લાખ રૂપિયાની ચૂકવણી કરી શકાય

સિંહે જણાવ્યું છે કે, ઉર્વરકના કટ્ટા પર મળનાર દુર્ઘટના વીમા હેઠળ એક્સીડેન્ટમાં મૃત્યુ હોવા પર પ્રભાવિત પરિવારજનોને 1 લાખ રૂપિયાની ચૂકવણી કરી શકાય છે. વીમાની જેમ આ રકમ પ્રભાવિત પરિવારના ખાતામાં સીધા ટ્રાંસફર કરવામાં આવી છે. દુર્ઘટનામાં બે અંગ ક્ષતિગ્રસ્ત હોવા પર 2 હજાર રૂપિય/કટ્ટાના હિસાબથી મહત્તમ 50 હજાર વીમા રકમની ચૂકવણી પણ કરવામાં આવે છે. એક અંગ ક્ષતિગ્રસ્ત હોવાની દશામાં 1 હજાર રૂપિયા પ્રતિ કટ્ટાના હિસાબથી વીમા કવરેજ આપવામાં આવે છે.

આ પ્રકારે કરવાનો રહેશે દાવો

દુર્ઘટના વીમાનો દાવો કરવા માટે પ્રભાવિત કિસાની પાસે ઉર્વરક ખરીદની રસીદ હોવી જોઈએ. કિસાનની પાસે જેટલા કટ્ટાઓન રસીદ હશે. તે હિસાબથી વીમા રકમની ચૂકવણી કરવામાં આવશ. દુર્ઘટનામાં કિસાનની મૃત્યુ થવા પર વીમાનો દાવો કરવા માટે પોસ્ટમોર્ટમની રીપોર્ટ અને પંચનામુ હોવુ જોઈએ. અંગભંગ હોવાની દિશામાં એક્સીડેન્ટની પોલીસ રિપોર્ટ હોવી જોઈએ.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!