GSTV

જો તમારુ આધારકાર્ડ ખોવાઈ જાય તો ગભરાશો નહિ, આવી રીતે ફક્ત 50 રૂપિયામાં મળશે નવુ આધાર કાર્ડ

Last Updated on June 4, 2019 by Karan

આજના સમયમાં આધારકાર્ડ સામાન્ય માણસની ઓળખની સાથે સાથે મહત્વપૂર્ણ વસ્તુઓ માટે ઉપયોગી અને જરૂરી બની ગયુ છે. એવામાં જો એ ખોવાઈ જાય તો મુશ્કેલી ઉભી થઈ જાય છે. પરંતુ હવે આધારકાર્ડ ખોવાય જાય તો ઘબરાવાની જરૂર નથી. કારણકે હવે ફક્ત 50 રૂપિયા ખર્ચીને  તેને પાછુ મેળવી શકાશે.

આધાર કાર્ડ ખોવાઈ જવાની સ્થિતીમાં ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા (UIDAI)ના પોર્ટલ ઉપર જઈને આધાર રિપ્રંટ માટે રિક્વેસ્ટ કરી શકાય છે. UIDAIના પોર્ટલ ઉપર તેના સિવાય અન્ય સર્વિસો પણ ઉપલબ્ધ છે. આધાર રિપ્રિન્ટ સર્વિસ માટે 50 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. અને યુઝરના રજીસ્ટર્ડ એડ્રેસ ઉપર આધારની હાર્ડ કોપી મોકલી દેવામાં આવે છે. UIDAIની વેબસાઈટ મુજબ, આ સર્વિસ માટે ભારતીય નાગરિકોને સામાન્ય ચાર્જ આપવો પડે છે.

જો કોઈ યુઝરનું આધારકાર્ડ ખોવાઈ જાય તો તેને અહીંથી નવું આધારકાર્ડ મળી જશે. તો સાથે જ જે લોકોનો નંબર રજીસ્ટર્ડ નથી તે લોકો પણ બીજા નંબર ઉપરથી આધાર રિપ્રિન્ટનો ઓર્ડર આપી શકશે. આધાર કાર્ડનાં રિપ્રિન્ટ માટે જીએસટી ચાર્જ મળીને 50 રૂપિયા જેટલો છે. UIDAIની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને 12 અંકોનો આધાર નંબર (UID) અથવા 16 અંકોનો વર્ચુઅલ આઈડેંટિફિકેશન નંબર (VID) દ્વારા આધાર રિપ્રિંટની રિક્વેસ્ટ કરી શકાશે.

આ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝરે પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા UIDAI પોર્ટલ પર લોગઈન કરવું પડશે. યુઝરની ઓળખ વેરિફાઈ કર્યા બાદ મોબાઈલ નંબર પર OTP આવશે. રિપ્રિંટની વિનંતી બાદ UIDAI 5 દિવસમાં પોસ્ટ દ્વારા મોકલી આપશે. ડાક વિભાગ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા આધાર કાર્ડને યુઝરનાં એડ્રેસ ઉપર ડિલીવર કરી દેશે.

READ ALSO

Related posts

દિવા તળે અંધારૃ/ આ સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, હજારો દર્દીઓના જીવ જોખમમાં

Bansari

કેઝયુઅલથી ગ્લેમર સુધી! કમાલ છે આ ટીવી એક્ટ્રેસનો લુક્સ, સોશિયલ મીડિયા પર દીવાના છે ફેન્સ

Damini Patel

VIDEO: વરરાજાને પોઝ કેમ આપવો તે શિખવાડવા જતો હતો ફોટોગ્રાફર, દુલ્હને કરી એવી ગંદી મજાક કે સૌ કોઈ ચોંકી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!